અમરેલી આદિત્ય એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતા કુલ-૦૭ ઇસમોને  મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દુર કરવા અને આવી ગે.કા. પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી સીટી વિસ્તારમાં એલ.આઇ.સી. રોડ આદિત્ય એપાર્ટમેન્ટ પાછળના વિસ્તારમાં રેઇડ કરી તિનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર રમતા કુલ-૦૭ પુરૂષ ઇસમોને રોકડા રૂ.૧૨,૩૪૦/- ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) બાલકુષ્ણભાઇ ઉર્ફે બાલો રમેશભાઇ ઝીંઝુવાડીયા, (૨) વિમલભાઇ ઉર્ફે બાલી પરશોતમભાઇ સેજપાલ, (૩) નંદનભાઇ યોગેશભાઇ જોષી, (૪) નીતીનભાઇ જસવંતરાય સાદરાણી (૫) કરણભાઇ રવજીભાઇ ચાવડા (૬) ગૌરવભાઇ મગનભાઇ વસાણી (૭) પ્રશાંતભાઇ મનહરભાઇ માંડલીયા રહે.બધા અમરેલી

આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા અમરેલી સીટી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *