હાલ રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે. આ ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓએ પોતાની કમરકસી છે. ત્યારે દરેક પાર્ટીના દરેક નેતાઓ અવાર-નવાર રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તેમજ પોતાની પાર્ટીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના 4 નેતાઓ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ગુજરાત આવી રહ્યા છે. આ દરમ્યાન હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આજે સાંજે ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે.
હાલ ચૂંટણીની તૈયારીને અનુલક્ષીને પહેલાથી જ ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવાયા છે. ત્યારે એક જ સપ્તાહમાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકોનો દોર શરૂ કરી દેવાયો છે. આ પહેલા અમિત શાહે 27 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી તેમાં હાજરી આપી હતી.
બંધબારણે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરાઈ હતી. ત્યારે આજે સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમ્યાન ગુજરાત ભાજપનો મહિલા કોન્ક્લેવ હેલ્લો કમલ શક્તિનો પ્રારંભ સ્મૃતિ ઈરાની અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે થવા જઈ રહ્યો છે જેમાં ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવશે. જેમાં મહિલાઓ મિસ કોલ કરી ભાપના નેતાઓ સાથે સંવાદ કરી શકશે.