Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શેરબજારને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.
લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાના વોટીંગની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે શેર બજારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, જો સરકાર સ્થિર રહેશે તો માર્કેટ જરૂરથી ઉપર જશે. ચૂંટણી અને શેર બજારની ગતિવિધિઓને મિક્સ ન કરવી જોઈએ.
Amit Shah : કેમ આપી શેર ખરીદવાની સલાહ
શાહે કહ્યું, “શેર બજારના ઘટાડાને ચૂંટણી સાથે ન જો઼ડવો જોઈએ પરંતુ જો હજી પણ આવી અફવાઓ છે, તો હું તમને 4 જૂન પહેલા (શેર) ખરીદવાનું સૂચન કરીશ એટલા માટે કહું છું કે અમે 400થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છીએ અને સ્થિર મોદી સરકાર સત્તામાં રહેશે. આવી સ્થિતિમાં, શેર બજાર ચોક્કસપણે ઉપર જશે.
Amit Shah : શાહે રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીને પાંચ સવાલ કર્યા હતા અને આના પર રાયબરેલીની જનતાને જવાબ આપવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, “મોદીજીએ ત્રણ તલાકને ખતમ કરી દીધા તો તે સારું છે કે ખરાબ, રાહુલ બાબાએ રાયબરેલીની જનતાને સ્પષ્ટતા કરવી જોઈએ કે શું તેઓ ત્રણ તલાક પાછા લાવવા માંગે છે. શું મુસ્લિમ પર્સનલ લોને બદલે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) હોવો જોઈએ? રાહુલ બાબાએ કહ્યું પર્સનલ લો લાવીશ, રાયબરેલીનો જવાબ આપો . સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા શાહે પૂછ્યું કે, રાહુલ બાબા તમે સર્જિકલ સ્ટ્રાઈકનું સમર્થન કરશો કે નહીં? આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરો. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણની યાદ અપાવતા શાહે પૂછ્યું કે, તમે રામ મંદિરના દર્શન કરવા કેમ ન ગયા, સ્પષ્ટતા કરો. શાહે કહ્યું, રાહુલ બાબાએ રાયબરેલીના લોકોને જણાવવું જોઈએ કે તમે કલમ 370 હટાવવાનું સમર્થન કરો છો કે નહીં?