અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા ધૂળેટીને ધ્યાનમાં રાખીને રીવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, ઉષ્માનપુરા રીવરફ્રન્ટ સહીતના પાર્ક કોર્પોરેશન દ્વારા બંધ રાખવામાં આવશે.
આવતીકાલ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજના 5 વાગ્યા સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા આવતીકાલે ધૂળેટી હોવાથી 8 માર્ચના રોજ તહેવારને ધ્યાને લેતા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ આવેલ બાગ-બગીચા રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાર્ક, ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક, રિવરફ્રન્ટ બાયો-ડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ બી.જે.પાર્ક સાંજે 5 કલાક સુધી બંધ રાખવામાં આવશે. ત્યારબાદ તમામ બાગ-બગીચા રાબેતા મુજબ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.
તહેવાર હોવાથી મોટાભાગનો સ્ટાફ તહેવારોમાં ઘર પરીવાર સાથે સમય વ્યતિત કરતો હોય છે. ત્યારે આવતીકાલે બીજી તરફ રજાનો પણ માહોલ છે. જેથી સાંજે 5 વાગ્યા બાદ શહેરીજનો પાર્કની મુલાકાત લઈ શકે છે. જેથી સાંજે 5 કલાક બાદ પાર્ક ખુલ્લા કરી દેવામાં આવશે. આમ મહત્વનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં સાંજના સમય બાદ લોકો વિવિધ પાર્કની મુલાકાત લઈ શકે છે.