AMC કમિશનરે હકાલપટ્ટી કરી:અમદાવાદ ફાયરબ્રિગેડના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, બોગસ સ્પોન્સરશીપથી નોકરી મેળવી હતી
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગમાં મોટા ફેરફારો અને ભરતી પ્રક્રિયાની વચ્ચે AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 3 ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 ફાયર બ્રિગેડના અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો ઓર્ડર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે. મોટાભાગના અધિકારીને કાઢી મૂકવા પાછળનું કારણ બોગસ સ્પોન્સરશીપથી નોકરી મેળવી હોવાનું બહાર આવ્યું છે.
AMC આ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા
કૈઝાદ દસ્તુર ડિવિઝનલ ફાયર ઓફિસર
ઓમ જાડેજા ડિવિઝનલ ફાયર ઓફિસર
ઈનાયત શેખ ડિવિઝનલ ફાયર ઓફિસર
મેહુલ ગઢવી સ્ટેશન ઓફિસર
શુભમ ખડિયા સ્ટેશન ઓફિસર
અનિરૂદ્ધ ગઢવી સ્ટેશન ઓફિસર
સુધીર ગઢવી સ્ટેશન ઓફિસર
અભિજીત ગઢવી સ્ટેશન ઓફિસર
આસિફ શેખ સબ ફાયર ઓફિસર