Ambalal Patel / હવામાન નિષ્ણાંત દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી સમયમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
Ambalal Patel / ૧૫ જૂન સુધી ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરી છે. આગામી તા. 9 જૂનથી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ 15 જૂન સુધી ચોમાસુ ગુજરાતમાં આવી પહોંચશે. તેમજ કેરળ કાંઠે બેઠેલું ચોમાસુ્ કર્ણાટક, છત્તીસગઢને પાર કરી દક્ષિણ મહારાષ્ટ્ર પહોંચશે.
Ambalal Patel / ૧૦ જૂન સુધી મુંબઈ માં ભારે થી અતિભારે વરસાદ થશે
આગામી તા. 9 જૂન સુધી મુંબઈનાં ભાગો સુધી ચોમાસુ પહોંચશે. તેમજ 10 જૂન સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વેલમાર્કમાં થી લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે. તેમજ વેલમાર્કમાં થી લો પ્રેશર બનતા ચક્રવાતની સંભાવના ટળી છે. સમુદ્રમાં કરંટ સાથે પવન રહેશે. તેમજ વાહન વ્યવહાર પર અતિભારે વરસાદની અસર થશે.
Ambalal Patel / ભારે પવન સાથે વરસાદ રાજ્યમાં થવાની સંભાવના
દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ 9 જૂનનાં રોજ વરસાદ થઈ છે. ભારે પવન સાથે વરસાદ રાજ્યમાં થવાની સંભાવનાં છે. તેમજ રાજ્યમાં હવાનું દબાણ ઘટશે. અમદાવાદ, વિરમગામ તથા ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ રહેશે. ભારે પવનની ગતિ, આંધી વંટોળ સાથે વરસાદ આવશે.
Ambalal Patel / બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે
17 થી 20 જૂન દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બનશે. બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે. 17 થી 21 જૂન વચ્ચે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરને ભેજ મળતા દેશનાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. જૂલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. લાનીનોની અસરનાં કારણે સપ્ટેમ્બરમાં વરસાદ થતા કૃષિ પાકમાં નુકશાન થઈ શકે છે.