Ambaji / અંબાજી મંદિરની ધજા હવે ઘરે બેઠા મળશે
આ વર્ષની શરુઆતમાં Ambaji અંબાજી મંદિર દ્વારા ઓનલાઇન ઓર્ડરથી મોહનથાળ અને ચિક્કીના પ્રસાદને ભક્તોના ઘર સુધી પહોંચાડવાની સુવિધા શરુ કરવામાં આવી હતી. જેમાં હવે વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. ભક્તોને હવે ઘરે બેઠા મા અંબાને ચડાવવામાં આવેલી ધજા પણ પ્રસાદ રુપે મળશે. કોઈ પણ જાતના ચાર્જ વિના માતાજીને ચઢાવેલી ધજા શ્રદ્ધાળુઓને ઘરે બેઠા પહોંચાડવાનો નિર્ણય લેવાયો છે. જેના માટે 9726086882 પર ફોન કરવાનો રહેશે.