Alcohol smuggling on the train

ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરો ઝડપાયા
ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક ઈસમ ઉતાવળે બહાર નીકળતા તેને અટકાવી તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભરૂચના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલા સકર તળાવ વિસ્તારમાં રહેતો બુટલેગર મોહંમદ મતિન નજીર હુસેન શેખને ઝડપી પાડ્યો હતો.

આ ઉપરાંત ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર-3 પરથી ઉતાવળે નીકળતા એક ઈસમને અટકાવી તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા તેમાંથી પણ વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી આવી હતી. જેથી સાબુઘર ઝુપડપટ્ટીમાં રહેતો બુટલેગર વિનય વસાવાને ઝડપી પાડ્યો હતો આમ પોલીસે કુલ 7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બંને બુટલેગરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ તેઓનું નેટવર્ક અને સરચિંગ વધુ સઘન બનાવી ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર તવાઈ બોલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *