આડેસર ચેકપોસ્ટ પરથી એસટીમાંથી ફરી ઝડપાયો દારૂ

રાપર તાલુકાના આડેસર ચેકપોસ્ટ પર થરાદથી ભચાઉ તરફ આવતી બસમાંથી એક શખ્સ પાસેથી દારૂની ૧૬ બોટલ પોલીસે કબ્જે કરી હતી. જીજે. ૧૮. ઝેડ. ૪૮૦૭ નંબરની એસટી બસમાં મુસાફરી કરતા રાજસ્થાનના બાડમેરના નિમ્બારામ ભૈરારામ જાટ પાસેથી રૂા.૬૧૦૦ની ૧૬ બોટલ ઝડપીને આડેસર પોલીસે આગળની કાર્યવાહી હાથ
ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *