Akshay Kumar apologizes for tobacco advertisement

અક્ષય કુમારે તમાકુની જાહેરાત માટે માફી માગી
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે અજય દેવગન તથા શાહરુખ ખાનની સાથે પાન મસાલા બ્રાન્ડની જાહેરાત કરી હતી અને આ કારણે તે ઘણો જ ટ્રોલ થયો હતો. અક્ષયે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી છે.
‘હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *