
Air india : દોષનો ટોપલો પાઈલટો પર નાખવાનો આરોપ
Air india : અમદાવાદમાં એર ઈન્ડિયાનાં વિમાનની દુર્ઘટનામાં પ્રાથમિક તપાસ અહેવાલ જાહેર થવા સામે એરલાઈન પાઈલટ એસોસીએશન (એએલપીએ) સામે ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તપાસ અહેવાલમાં પાઈલટને જ દોષી ઠરાવી દેવાનો પ્રયાસ થયાનો આક્ષેપ કરવા સાથે આટલી સંવેદનશીલ જાણકારીઓ મીડિયા સુધી કેવી રીતે પહોંચી ગઈ તેવો સવાલ પણ કરવામાં આવ્યો છે.
રોજ બરોજ ના દેશ વિદેશ સમાચારો માટે તમારા ગ્રુપ સાથે જોડાવે અહીં ક્લિક કરો
Air india : એએલપીએના પ્રમુખ સેમ થોમસે એક નિવેદનમાં તપાસની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે, અહેવાલમાં પાઈલટોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. થોમસે વધુમાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી) એ પાઈલટસને અંધારામાં રાખીને મીડિયા સાથે પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો હતો.

Air india : આ તપાસમાં જાળવવામાં આવેલી ગુપ્તતાથી અમે ફરી એકવાર આઘાત પામ્યા છીએ. એએલપીએએ 10 જુલાઈ, 2025ના વોલ સ્ટ્રીટ જર્નલના લેખને પણ ટાંક્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અકસ્માત એન્જિન ઇંધણ નિયંત્રણ સ્વીચની અજાણતા હિલચાલને કારણે થયો હતો. એસોસિયેશને સવાલ કર્યો કે આ સંવેદનશીલ માહિતી પ્રેસ સુધી કેવી રીતે પહોંચી. અમને આશ્ચર્ય છે કે આવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ કોઈ જવાબદાર વ્યક્તિની સહી વિના મીડિયાને આપવામાં આવ્યા હતા. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમે સત્તાવાળાઓને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે અમને નિરીક્ષકો તરીકે સામેલ કરવામાં આવે જેથી તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે.