Ahmedabadplanecrash આજે પ્લેન ક્રેશને 1 મહિનો પૂર્ણ, દુર્ઘટનામાં જાણો શું થયું હતું એ દિવસે …?

Ahmedabadplanecrash આજે પ્લેન ક્રેશને 1 મહિનો પૂર્ણ, દુર્ઘટનામાં જાણો શું થયું હતું એ દિવસે ...?
Ahmedabadplanecrash આજે પ્લેન ક્રેશને 1 મહિનો પૂર્ણ, દુર્ઘટનામાં જાણો શું થયું હતું એ દિવસે …?

Ahmedabadplanecrash આજે પ્લેન ક્રેશને 1 મહિનો પૂર્ણ, દુર્ઘટનામાં જાણો શું થયું હતું એ દિવસે …?

Ahmedabad Plane Crash : 12 જૂને બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થયા બાદ પણ વધુ એક દુર્ઘટના સર્જાઈ હોત

Ahmedabad Plane Crash : અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ હવે રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા, જેના કારણે વિમાન ક્રેશ થવાનું હતું. અમદાવાદમાં 12 જૂને બપોરે લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ. આ વિમાન અમદાવાદની બીજે મેડિકલ કોલેજના મેસની બિલ્ડિંગ સાથે અથડાયું પછી તે અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું. ત્યારે આ ઘટના બાદ તરત જ અમદાવાદ ફાયર વિભાગે સતર્કતા બતાવી અને બીજી મોટી દુર્ઘટના બનતા બચી ગઈ.

પ્લેન ક્રેશ બાદ ફાયર વિભાગે બતાવી સતર્કતા

Ahmedabad Plane Crash : વિગતો મુજબ 12 જુને જયારે વિમાન ક્રેશ થયું ત્યારે મેસ અને હોસ્ટેલમાં ગેસના બાટલા રાખેલા હતા. હોસ્ટેલમાં ગેસના બાટલા હોવાથી વિસ્ફોટ થવાની ભીતિ હતી. ત્યારે ફાયર વિભાગની ટીમે સતર્કતાના બતાવી અને 32 જેટલા ગેસના બાટલા બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની ટીમે બે જેટલી ટીમ બનાવી ગેસના બાટલા બહાર કાઢ્યા હતા અને મેસ અને હોસ્ટેલમાંથી ગેસના બાટલા બહાર કાઢી ખુલ્લી જગ્યાએ મુક્યા હતા. તાત્કાલિક ગેસના બાટલા બહાર કાઢી દેવાતા બીજી દુર્ઘટના થતાં અટકી હતી.

પ્લેન ક્રેશ થયું ત્યારે મેસ અને હોસ્ટેલમાં હતા ગેસના બાટલા

Ahmedabad Plane Crash : ઉલ્લેખનીય છે કે, વિમાન બીજે મેડિકલ કોલેજની મેસ સાથે અને પછી અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં વિમાનના મુસાફરોના મોત થયા જ સાથે જ મેડિકલ સ્ટુડન્ટ્સ, ડોક્ટર્સ અને હોસ્ટેલ અને મેસમાં કામ કરતા સ્ટાફના લોકો પણ આ દુર્ઘટનામાં શિકાર બન્યા. જો કે દુર્ઘટના બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ફાયર વિભાગે સતર્કતા દાખવીને મેસ અને હોસ્ટેલમાં રાખેલા ગેસના બાટલા બહાર કાઢી ખુલ્લી જગ્યાએ મૂકી દીધા હતા. ફાયર વિભાગે તાત્કાલિક કરેલી આ કામગીરીને કારણે વધુ એક દુર્ઘટના ટળી ગઈ.

નોંધનીય છે કે, એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જવા રવાના થયું હતું. ટેક ઓફ કરતાની સાથે જ વિમાનનું સંતુલન ખોરવાઈ ગયું અને બે મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું. વિમાન ક્રેશ થતાની સાથે જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થઈ ગયા.

Ahmedabad Plane Crash :
Ahmedabad Plane Crash :

AAIBનો ચોંકાવનારો રિપોર્ટ

ઇન્ડિયન એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગેનો પોતાનો પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. એવું બહાર આવ્યું છે કે ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી, વિમાનના બંને એન્જિન અચાનક આપમેળે બંધ થઈ ગયા, જેના કારણે વિમાન ક્રેશ થવાનું હતું.

Ahmedabadplanecrash : પ્લેન ક્રેશ રિપોર્ટમાં ‘ઇંધણ કટઓફ સ્વીચ’ને લઇ ચોંકાવનારો ખુલાસો, જાણીને હચમચી જશો

12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ AI 171 ટેક ઓફ થયાના થોડા સમય બાદ મેડિકલ હોસ્ટેની ઈમારત સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા. જેમાં 241 યાત્રીઓ અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ પ્લેન ક્રેન દુર્ઘટનામાં માત્ર એક મુસાફરનો જીવ બચ્યો હતો.

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, એન્જિન બંધ થતા રેમ એર ટર્બાઈન ખુલી ગયા હતા. તેમજ એક નાનું પ્રોપેલર જેવું ડિવાઈસ હોય છે. તે હવાની ગતિથી ફરે છે. અને વીજળી અથવા હાઈડ્રોલિક પાવર ઉત્પન્ન કરે છે. આ ડિવાઈ એવા સમયે કામ કરે છે જ્યાંર વિમાનનો મેઈન પાવર કપાઈ જાય અથવા હાઈડ્રોલિક સિસ્ટમ ફેઈલ થઈ જાય. RAT વિમાનને ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદરૂપ થાય છે.

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *