Ahmedabad UN Mehta:અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલના 6ઠ્ઠા માળેથી કૂદીને 56 વર્ષીય દર્દીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં આજે એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દી આશરે 56 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત આ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યારે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બીજી તરફ આ ઘટનાથી હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મરનાર વ્યક્તિએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે
કે કેમ તેની તપાસમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *