Ahmedabad : ભાવવધારાની માંગ સાથે અમદાવાદમાં કોન્ટ્રાકટરો રિસાયા હોવાથી કામગીરી અટકી પડી છે. જેને મનાવવા સત્તાધીશો કામે લાગ્યા છે.
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ યોજનાના મકાનો આપવા માટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવે છે. પરંતુ શહેરના સોલા, નારોલ, મોટેરા, નિકોલ સહિતના વિસ્તારોમાં બનાવવામાં આવેલા કુલ 7,000થી વધુ આવાસ યોજનાના મકાનોની કામગીરી કોન્ટ્રાક્ટરના કારણે બંધ પડી છે.
અમદાવાદમાં 7000 આવાસોની કામગીરી અટકી
Ahmedabad : 7000 જેટલા આવાસ યોજનાના બંને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. જેને વિચારણા હેઠળ બાકી રાખવામાં આવી છે. ભાજપના સત્તાધીશો દ્વારા હવે કોન્ટ્રાક્ટરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કારણ કે 60 ટકાથી 90 ટકા સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ભાવ વધારા માંગવાના કારણે જો તેઓ કામગીરી બંધ રાખશે અને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી અને નવા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે તો પણ વધુ ભાવ આપવા પડશે.
Ahmedabad : મહત્વનું છે કે કોરોના કહેરને લઈને કામગીરી અગાઉથી જ વિલંબમાં હતી. ત્યારબાદ હવે ભાવ વધારાની માંગ સાથે કામગીરી બંધ કરી દેવામાં આવતા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ મામલો વિચારણા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે.જેને લઈને હવે આગામી સમયમાં વિચારણા બાદ નિર્ણય કરાશે.