Ahmedabad news : લાલદરવાજા બસ ટર્મિનસનું કરાયું લોકાર્પણ

Ahmedabad news : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલ લાલદરવાજા બસ ટર્મિનસનું કરાયું લોકાર્પણઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સ્થાપના ૧લી એપ્રિલ ૧૯૪૭ માં કરવામાં આવેલ

Ahmedabad news : લાલદરવાજા ટર્મિનસની શરૂઆત સને ૧૯૫૬ માં જુના લાલદરવાજા બસ ટર્મિનસ વાળી જગ્યાએ મ્યુનિસિપલ ઉદ્યાનનું નિર્માણ થતુ હોવાથી બસ સ્ટેશન ઈમ્પીરીયલ બેન્ક હાલની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા સામેના પ્લોટમાં લઈ જવામાં આવ્યુ હતુ. આ બસ સ્ટેશનની રચના ઈંગ્લેન્ડના “લીડઝ” નગરના બસ સ્ટેશન જેવી બનાવવામાં આવી હતી. સને ૧૪૧૧ માં સ્થપાયેલ અમદાવાદ શહેરને ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટી તરીકે જુલાઈ ૨૦૧૭ માં જાહેર કરવામાં આવ્યું છે. જે ઘ્યાને રાખી શહેરના વારસાની યાદ કરાવવા લાલદરવાજા ટર્મિનસનું પુનઃનિર્માણ હેરીટેજ દેખાવ ધરાવતું કરવામાં આવેલ છે.

Ahmedabad news : લાલદરવાજા ટર્મિનસની વિશેષતા લાલદરવાજા ટર્મિનસ શહેરની વચ્ચો વચ ૧૧૫૮૩ ચો.મી. એરીયામાં સમારોલ છે.આ ટર્મિનસમાં હેરીટેજ બિલ્ડીંગ ૨૫૮૮ ચો.મી. માં તૈયાર કરવામાં આવેલ છે.જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેકશન માટે કેબીન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઈટીંગ રૂમ,પ્રવાસીઓની સગવડતા માટે પબ્લીક ઈન્ફરમેશન સીસ્ટમ, સી.સી. ટીવી કેમેરા,કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તથા પ્રવાસીઓને લાલદરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસોના સમગ્ર બાબતની પુરી જાણકારી આપવા પબ્લીક ઈન્ફરમેશન સીસ્ટમ મુકવામાં આવેલ છે.

Ahmedabad news : કુલ ૭ થી ૮ પ્લેટફોર્મ ઉપર અમદાવાદ શહેરના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ એમ ચારેય દિશાઓમાં જવા-આવવા માટે આ ટર્મિનસ ઉપરથી ઉપડતી તેમજ પસાર થતી કુલ ૬૨ રૂટો દ્વારા ૨૦૧ બસોથી પ્રવાસીઓની અવર-જવર થાય છે અને અંદાજીત ૧.૬૦ લાખ પ્રવાસીઓને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોતાના રોજ-બ-રોજના વ્યવહારો, નોકરી, ધંઘા તેમજ સામાજીક કાર્યો અર્થે અવર-જવર કરવામાં મદદરૂપ થાય છે.ભારતની સૌથી જૂની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સ્થાનિક પરિવહન સેવા માટે ભારતની સૌથી જૂની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે. આજે અમદાવાદ શહેરની શાન ગણાતી અને હ્રદય સમાન ગણાતી લાલ બસ સેવા એટલે એએમટીએસ ૬ વર્ષની થઈ છે. પહેલી એપ્રિલ ૧૯૪૭ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની શરૂઆત થઈ હતી. ત્યારે બસની ન્યૂનત્તમ ટિકિટ એક આના (૬ પૈસા) હતી. તે સમયે ૩૨ રૂટ પર ૬૦ બસો ચાલતી હતી. હાલ ૧૫૦ ફુટ પર જનમાર્ગ અને એએમટીએસ સંચાલિત ૧૨૩૫ બસ શહેરમાં ફરી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ વર્ષ-૧૯૪૭ થી અમદાવાદના શહેરીજનોને પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા પુરી પાડી રહી છે. સંસ્થા દ્વારા શહેરનો વિસ્તાર ૪૬૬ ચો.કી.મી. એરીયામાં પથરાયેલ છે.

અમદાવાદ શહેરમાં ઔધોગિક વિકાસની સાથે વસતિ અને વિસ્તારમાં સતત વધારો થયો છે. શહેરના કોટ વિસ્તારમાં વસતિની ભીડનો અનુભવ થાય છે અને તે સાથે મ્યુનિસિપાલિટીનો અધિકારક્ષેત્ર પણ વિસ્તૃત થયો છે. ૧૯૪૦માં ગીચતા ઘટાડવા માટે આસપાસના વિસ્તારોમાં હાઉસિંગ સોસાયટી અને વસાહતો શરૂ કરવામાં આવી હતી. અગ્રણી નાગરિકો, વકીલો, શ્રમિક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ તે દિવસોમાં મ્યુનિસિપલ સભ્યો તરીકે ચૂંટાયા હતા. જનરલ બોર્ડ મીટિંગમાં ૧૦મી જૂન, ૧૯૪૦ના રોજ મ્યુનિસિપલ દ્વારા પ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે, શહેરમાં પરિવહન સેવા શરૂ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *