અમદાવાદમાં એસવીપી હોસ્પિટલની અંદર સારવાર રાહતદરે તેને લઈને ઈમરાન ખેડાવાલાએ સીએમને પત્ર લખીને વિનંતી કરી છે. 2019માં આ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે ત્યારે અન્ય સરકારી હોસ્પિટલની સરખામણીએ તેમાં ચાર્જ વધુ લેવામાં આવતો હોવાનું ખેડાવાલાએ કહ્યું છે.
MLA-ઈમરાન ખેડાવાલાએ પત્રની સાથે સાથે ટ્વીટ પણ કર્યું હતું જેમાં તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે રજુઆત SVP હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલ જેટલુ હોઈ ગરીબદર્દીઓ જવાનું ટાળે છે. મારી મુખ્યમંત્રીને રજુઆત છે કે જે પ્રમાણે જુની VS હોસ્પિટલ ચાલતી હતી એ રીતે જ ગરીબ લોકો હોસ્પિટલમાં રાહતદરે સારવાર કરાવી શકે. તેમ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, એસવીપી હોસ્પિટલની અંદર અન્ય સરકારી હોસ્પિટલની સરખામણીએ પેશન્ટ્સ પણ ઓછા આવી રહ્યા હોવાની રાવ ઉઠી હતી. એસવીપી હોસ્પિટલને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ એક તરફ બનાવવામાં આવી છે ત્યાં દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કોરોનામાં એસવીપી હોસ્પિટલની સરાહનીય કામગિરી રહી છે ત્યારે આગામી સમયમાં પણ એસવીપીમાં જરુરીયાતમંદ પેસન્ટ્સ સારવાર નજીવા દરે કરાવી શકે તેમ ઈમરાન ખેડાવાલાએ પણ રજૂઆત કરી હતી.