Ahmedabad : જીવરાજપાર્કમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી અને ફોટા ખંડિત કર્યા

Ahmedabad : જીવરાજપાર્કમાં અસામાજિક તત્વોએ ભગવાન પરશુરામનું બોર્ડ, તકતી અને ફોટા ખંડિત કર્યા

Ahmedabad : જીવરાજપાર્ક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ફોટાને ખંડિત કરવામાં આવ્યા હોવાની ઘટના બની છે. મોડી રાત્રે અસામાજિક તત્વોએ ફોટો અને તકતીને રોડ પર મુકી દીધાં હતાં.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી હેમાંગ રાવલે કહ્યું હતું,અસામાજિક તત્વો દ્વારા ભગવાન પરશુરામ ચોકનું બોર્ડ, તકતી અને ભગવાનના ફોટાને ખંડિત કરીને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર અને સરકારને આવા તત્વોને પકડીને દાખલો બેસાડવા અનુરોધ કરવામાં આવે છે. અમે બ્રહ્મ સમાજ અને સર્વ સમાજને શાંતિની અપીલ કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *