Ahmedabad : આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરાયું
રિપોર્ટ : બીના પટેલ
જન સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતી માનવાધિકાર એવમ મહિલા બાળ વિકાસ સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી ના માર્ગદર્શન મુજબ તારીખ 2/10/22 ના રોજ અમદાવાદ ખાતે,ગાંધીજયંતિ ના દિવસે માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનના અમદાવાદ શહેર પ્રમુખ નોએલભાઈ ક્રિશ્ચિયન દ્વારા સાર્થક કરી બતાવ્યું.
નોએલભાઈ ક્રિશ્ચિયન અને બ્રિજેશભાઈ પટેલ દ્વારા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ન્યૂ મણિનગર ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં 184 લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. જે પ્રસંગે માનવાધિકાર એવં મહિલા બાલ વિકાસ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિલેશભાઈ જોષી, રાષ્ટ્રીય સચિવ દીપકભાઈ પરમાર, ખજાનચી જેકીનભાઈ ક્રિશ્ચિયન, ઉમેશભાઈ જોશી, હસમુખભાઈ પરમાર અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પ્રજાને પડતી તકલીફો માટે MMBVS શહેર પ્રમુખશ્રી દ્વારા અવારનવાર જનજાગૃતિ અભિયાન, વિવિધ સરકારી યોજનાઓ,રોડ, ગટર, પાણી, AMTS બસ સેવા જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે અને જનતાને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. નોએલભાઈ, બ્રિજેશભાઈ અને તેમની ટીમને આજના સફળ કાર્યક્રમ બદલ MMBVS નેશનલ ટીમ દ્વારા અભિનંદન પાઠવાયા હતા.