AHMEDABAD FLY IN BHAJIYA : અમદાવાદના નરોડા આવેલ પ્રસિદ્ધ નાસ્તાની દુકાનનાં ભજીયામાંથી માખી નીકળતા હોબાળો

AHMEDABAD FLY IN BHAJIYA : અમદાવાદના નરોડા આવેલ પ્રસિદ્ધ નાસ્તાની દુકાનનાં ભજીયામાંથી માખી નીકળતા હોબાળો

AHMEDABAD FLY IN BHAJIYA
AHMEDABAD FLY IN BHAJIYA

AHMEDABAD FLY IN BHAJIYA : અમદાવાદના નરોડા આવેલ પ્રસિદ્ધ નાસ્તાની દુકાનનાં ભજીયામાંથી માખી નીકળતા હોબાળો મચી જવા પામ્યો હતો.

અમદાવાદના નરોડા હંસપુરા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ બજરંગ ભજીયા શોપનો એક કિસ્સો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. વરસાદી મોસમમાં લોકો ખાસ કરીને ગરમાગરમ ભજીયાનો સ્વાદ લેવા માટે આકર્ષાતા હોય છે. પરંતુ અહીં થયેલી ઘટના ભજીયા પ્રેમીઓ માટે ચેતવણીરૂપ બની છે.

એક સ્થાનિક ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભજીયાના પેકેટમાંથી જીવિત માખી મળી આવી હતી. ગ્રાહકે જણાવ્યા મુજબ, તેણે પરિવાર માટે ભજીયા લેવા અહીંથી ઓર્ડર આપ્યો હતો. ભજીયાની જાયફત માણી રહ્યા હતા. તે દરમ્યાન ભજીયામાંથી અજીબ વસ્તુ જણાઈ આવતા તાપાસ કરતાં માખી નીકળી.

ગ્રાહકે તરત જ ભજીયા શોપના માલિક સામે રજૂઆત કરી હતી. તેમજ અન્ય કોઈ પણ ભોગ ન બને તે માટે લોકોને ભજીયામાં તપાસ કર્યા બાદ ખાવાની વિનંતી કરી હતી. ગ્રાહકે આ બાબતે દુકાનના માલિકને રજૂઆત કરતા દુકાનના માલિક દ્વારા ગ્રાહકની વાતને ખોટી કહી હતી. પરંતુ જ્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ દુકાનના માલિક સામે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કાર્યવાહીની માંગ કરી હતી.

https://x.com/VtvGujarati/status/1948639612546712041

AHMEDABAD FLY IN BHAJIYA : ફ્રૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ

આ ઘટના પછી સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. લોકોમાં ભોજનની ગુણવત્તા અને હાઇજીન અંગે વધુ જાગૃતતા જોવા મળી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *