Ahmedabad Crime : કિન્નરના વેશમાં આવેલા ગઠિયાએ વિધિના નામે 49 હજાર પડાવ્યા

Ahmedabad Crime : ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કિન્નરના વેશમાં આવીને ગઠિયાએ છેતરપિંડી આચરી હતી. કિન્નર વેશમાં આવેલ ઠગએ મહિલાને તેના દુઃખ દૂર કરી આપવાની લાલચમાં આવીને વિશ્વાસમાં લીધા હતા.

Ahmedabad Crime : અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં આવેલ સુનીતાનગરમાં રહેતા શિક્ષિકા ભૂમિકાબેન ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે. આ દરમિયાન 14 મી એપ્રીલના દિવસે એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો અને ઘરમાં બહુ તકલીફ ચાલે છે. તેમ કહીને અલગ અલગ રીતે વિધિ કરવાના બહાને તેમના પાસેથી રોકડ અને દાગીના સહિત રૂપિયા 49 હજારની છેતરપિંડી કરી છે. જે અંગે મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કિન્નરના વેશમાં ફરી રહેલા ઠગ અને ચોરથી સાવચેત રહેવાની અપીલ મહિલા અને તેના પરિવારે કર્યો છે.

ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

Ahmedabad Crime : મહિલાએ આ કિન્નરને ચા પીવા માટે ઘરમાં બોલાવ્યા ત્યારે તેણે કહ્યું હતું કે તમારા ઘરમાં હાલ બહુ તકલીફ છે. તમારા ઘરની વિધિ કરવી પડશે તેમ કહી દરવાજા બંધ કરાવી દીધા હતા અને એક ગ્લાસમાં પાણી, કંકુ અને ચોખા માંગ્યા હતા બાદમાં આ પાણીના ગ્લાસને ઘરમાં ફેરવી અને પોતે પી ગયા હતા અને કહ્યું હતું કે તમારા બધા દુઃખ હું પી ગયેલ છું. ઉપરાંત મહિલાએ ઘી માટેના 1100 રૂપિયા આપતા એક રૂપિયો લઈને બીજા રૂપિયા પરત કર્યા હતા અને કહ્યું હતું કે હું તારી પરીક્ષા કરતો હતો કે તું માતાજીને પૈસા આપે છે કે કેમ. બાદમાં એક રૂમાલ પાથરીને કહ્યું હતું કે તેમાં પૈસા મૂકો અને 3 સોનાના દાગીના મૂકો તેના પર હું વિધિ કરીને આપુ બાદમાં દૂધમાં ધોઈને તે પહેરી લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *