Ahmedabad : CM ભૂપેન્દ્ર પટેલે I LOVE GUJARAT સહિત ત્રણ પતંગો ચગાવ્યા
Ahmedabad : આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો થયો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરી એટલે કે આજથી 14 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવ યોજાશે. જેમાં 55 દેશના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજ, 12 રાજ્યના 68 રાષ્ટ્રીય પતંગબાજ, ગુજરાતના 23 શહરેના 856 પતંગબાજે ભાગ લીધો છે. પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે. અમદાવાદ Ahmedabad સાથે રાજકોટ, સુરત, વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. પતંગ મહોત્સવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના અને વિવિધ પ્રકારના અવનવા પતંગો ઉડાડવામાં આવી રહ્યા છે. માછલી, રામમંદિર, એક જ દોરી પર 200થી વધુ પતંગો, ઓક્ટોપસ, સાપ, I LOVE GUJARAT, I LOVE AHMEDABAD પ્રકારના પતંગ ઉડાવવામાં આવી રહ્યા છે.
Ahmedabad : cm રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ I LOVE GUJARAT સહિતના ત્રણ જેટલા પતંગો ચગાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અયોધ્યાના રામ મંદિરનો પતંગ પણ ચગાવવામાં આવ્યો છે. રામ મંદિરના ત્રણ જેટલા પતંગ ચગાવવામાં આવ્યા છે.
Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેને લઇ પતંગ મહોત્સવમાં ભગવાન રામની પ્રતિકૃતિવાળા પતંગ પણ ચગાવવામાં આવ્યા હતા. મૂળ સુરતના રહેવાસી નિતેશ લકુમ નામના વ્યક્તિએ તેમના 15 મિત્રો સાથે મળી અને ભગવાન રામની પ્રતિકૃતિવાળો પતંગ બનાવ્યો હતો. નિતેશ લકુમે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પતંગ બનાવવા માટે ચાર દિવસ લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભગવાન રામનું મંદિર બનાવવા જઈ રહ્યા છે. ત્યારે રામ મંદિરની પ્રચલિતતા થાય અને હિન્દુ ધર્મનો ફેલાવો થાય તેના માટે અમે પતંગ બનાવવાનું નક્કી કર્યું હતું. સનાતન ધર્મનો ફેલાવો કરવા માટે થઈને અમે આ પતંગ બનાવવામાં આવ્યો છે.
Ahmedabad : 55 દેશના 153 પતંગબાજ જોડાયા
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવમાં ફ્રાન્સ, તુર્કિ, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઈલેન્ડ સહિતના પતંગબાજો આવશે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ, ભરૂચના સ્પર્ધકોએ પતંગ મહોત્સવમાં ભાગ લેશે. આ મહોત્સવની સાથે સાથે હસ્તકલા અને ફૂડસ્ટોલ પણ રાખવામાં આવશે.