Ahmedabad : આપણી આસપાસ અસંખ્ય જીવો અસ્તિત્વ ધરાવે છે. નરી આંખે એક સરખા દેખાતાં આ જીવોમાં ઘણી વિવિધતા જોવા મળે છે, જેમાં તેમનાં વિવિધ અંગો, વર્તન, તેમના ખોરાક, તેમનું આયુષ્ય વગેરેનો સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતા ધુ્વ પ્રજાપતિ છેલ્લા 10 વર્ષથી કરોળિયાની વિવિધ પ્રજાતિ પર રિસર્ચ કરી રહ્યા છે અને તેમણે અત્યાર સુધીમાં કરોળિયાની નવી 19 પ્રજાતિઓ શોધી છે.
Ahmedabad ગુજરાતના વિવિધ ભાગોમાં કરોળિયાની 9 પ્રજાતિ
આ વિશે ધ્રુવે કહ્યું કે,’કરોળિયા એવું જંતુ છે જેના પર ખૂબ ઓછા લોકો રિસર્ચ કરે છે. અમે વેબ ઓફ નેચર રિસર્ચ ફાઉન્ડેશનમાં કરોળિયા પર વિવિધ રિસર્ચ કરીએ છીએ. પહેલી નજરે સરખાં દેખાતાં કરોળિયામાં ઘણી વિવિધતા જોવા મળે છે. કરોળિયાની જાતિને તેના રિપ્રોડક્ટિવ અંગો દ્વારા જાણી શકાય છે. જેવી રીતે દરેક મનુષ્યની ફિંગર પ્રિન્ટ અલગ હોય છે તેમ કરોળિયાની વિવિધ જાતિમાં રિપ્રોડક્ટિવ અંગોમાં વિવિધતા જોવા મળે છે. મેં અત્યાર સુધી સમગ્ર દેશમાંથી કરોળિયાની 19 નવી જાત શોધી છે જેમાંથી 9 ગુજરાતના વિવિધ ભાગોમાં જોવા મળે છે અને અન્ય 10 ભારતના વિવિધ ભાગોમાંથી મળી આવેલ છે. હું અત્યારે કોઈમ્બતુરમાં આવેલી ભારાથિઅર યુનિવર્સિટીમાંથી પી.એચડી. પણ કરી રહ્યો છું.
કરોળિયાની શોધેલી નવી પ્રજાતિ
ટ્રોપિઝોડિયમ કલામી – કેરળ
ટ્રોપિઝોડિયમ વિરિદુર્બિયમ – ગાંધીનગર
સ્ટેનેલુરીલ્લુસ ગાબ્રિએલી – ડાંગ
મેઓટીપા મુલતુમા – કર્ણાટક
કામ્બાલિડા તુમા – ગાંધીનગર
કામ્બાલિડા ડેઓર્સા – કર્ણાટક
મરેન્ગો સચિનતેંડુલકર – અમદાવાદ
ઈન્ડોમરેન્ગો ચાવ્રાપેટર – કેરળ
લન્ગેલુરિલસ ઓનિક્સ – રાજપીપળા
ઈસિયસ વિક્રમબત્રાઈ – કેરળ
ફ્લેગ્રા અભિનંદનવર્થામની – અમદાવાદ
યુરોબલસ નાઝિરવાની – કેરળ
કોલાક્સેસ સઝાઈલસ – કર્ણાટક
ફિન્ટેલા ચોલકેઈ – મહારાષ્ટ્ર
ઈસિયસ તુકારામી – મહારાષ્ટ્ર
આફ્રાફ્લાસિલા બન્ની – ધાંડ વેટલેન્ડ
પલ્પીમાનુસ નરસિંહમહેતાઈ – ગિરનાર
આફ્રાફ્લાસિલા માઈજલારેન્સિસ – ડેઝર્ટ નેશનલ પાર્ક
તન્ઝાનિયા યેલ્લાગડાઈ – રાજકોટ