NEWS: અમદાવાદનાં રામોલમાંથી ગાયનાં અંગ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ગાયનું કતલ કરીને ટુકડા ફેંક્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ બાબતે પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.
NEWS : અમદાવાદના રામોલમાંથી મળ્યા ગાયના અંગ
NEWS અમદાવાદનાં (Ahmedabad ) રામોલમાં રસ્તા પર ગાયનાં અંગ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કર્યો છે કે ગાયનું કતલ કરીને ટુકડા ફેંકવામાં આવ્યા છે. ગાયનાં અંગ મળી આવતા લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા થયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ગાયનાં અંગ મળવાથી સ્થાનિકોએ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા હતા.
પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી
NEWS પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પરથી પસાર થઈ રહેલ માલવાહન રીક્ષામાંથી ગાયનાં અંગ રોડ પર પડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ મામલે પોલીસે તે માર્ગ પરનાં તમામ સીસીટીવી ચેક કરી રીક્ષા કઈ બાજુથી આવી રહી હતી. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.