અમદાવાદ મનપા દ્વારા નવું બજેટ રજૂ કરાયું
અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય. તદુપરાંત ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે.
જાણો અમદાવાદ મનપા દ્વારા બજેટમાં કઇ-કઇ રાહત અપાઇ?
📌 અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી, મનપામાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહી
📌 પ્રોપર્ટી ટેકસ મનપા નવી જંત્રી પ્રમાણે ટેક્સ નહીં લે ,જૂની જંત્રી પ્રમાણે જ 3 વર્ષ સુધી પ્રોપર્ટી ટેક્સ લેવાશે
📌 ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરનારને 13% રીબેટ અપાશે
3 વર્ષનો એડવાન્સ ટેક્સ ભરનારને 14% રિબેટ અપાશે
📌 મનપા નવા સમાવાયેલા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
📌 બોપલ-ઘુમા, ચીલોડા નરોડા, કઠવાડાને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
📌 સનાથલ, વિશાલપુર, અસલાલી વિસ્તારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
📌 ગેરતનગર, બિલાસિયા, રણાસણ વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે ખોડિયાર તથા નાના ચિલોડા વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાશે
📌 ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પેટે યુઝર્સ ચાર્જ યથાવત રખાયો વાહનવેરાના દર યથાવત રાખવામાં આવ્યા
📌 મનપા બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલને ટેક્સમાં 70% રિબેટ 2023-24માં પ્રોપર્ટી ટેક્સમાં અંશત: વધારો કરાયો
📌 રહેઠાણ મિલકતો માટે 16 ના બદલે હવે પ્રતિ ચોરસ 20 રૂપિયા ચૂકવવા પડશે
📌 રહેઠાણ મિલકતો માટે 16 ના બદલે હવે પ્રતિ ચોરસ 20 રૂપિયા ચૂકવવા પડશે
📌 બિન રહેઠાણ મિલકતો માટે 28ના બદલે પ્રતિ ચોરસ 34 રૂપિયા ટેક્સ
📌 પ્રોપર્ટી ટેક્સના લેટીંગ રેટના દરમાં અંશત: વધારો
📌 બિન રહેઠાણ મિલકતો માટે 28ના બદલે પ્રતિ ચોરસ ફૂટ 34 રૂપિયા ટેક્સ
📌નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમના નવીનીકરણ માટે 25 કરોડ ફાળવ્યા
📌 અસારવા-ઓમનગર રેલ્વે અંડરપાસ બનાવવાનુ આયોજન
ડાયાલીસીસ સેન્ટર બનાવવા રૂપિયા 5 કરોડની ફાળવણી