Ahmedabad : નરોડામાં મેઘાણીનગરમાં વૃધ્ધા ના 35000 રૂપિયા લૂંટાયા
સોમનાથથી પોતાના ભાઇ પાસેથી 35000 રૂપિયા મંગાવ્યા હતા
અમદાવાદમાં લૂટારુ ટોળકી નવી તરકીબ અપાનાવીને લોકોને લૂંટી રહી છે.નરોડામાં સરનામું પૂછવાના બહાને વેપારીના વાહનની ડેકી તોડીને તેમાંથી રોકડા રૃપિયા 35,000 ની લૂંટ ચલાવી હતી અને મેઘાણીનગરમાં પણ સરનામું પૂછવાના બહાને વૃધ્ધાનો 35,000 નો દોરો લૂટી લીધો હતો.
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં જારે ફલેટ ખાતે રહેતા અનેઓઢવ આદિનાથ નગર ખાતે ગોપાલ એસ્ટેટમાં અપેક્ષ ટ્રાન્સ સોલ્યુશનની એજન્સી ધરાવીને ટ્રાન્સપોર્ટની કામગીરી કરતા પરવેઝભાઇ ઇબ્રાહીમભાઇ પંજા (ઉ.વ.49)એ નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રનું લગ્ન હોવાથી સોમનાથ ખાતે રહેતા તેમના ભાઇ પાસે 35,000 રૂપિયા મંગવ્યા હતા, જે રૂપિયા બાપુનગર આંગડિયા પેઢીમાંથી લઇને વાહનની ડેકીમાં મૂક્યા હતા.
તેઓ નરોડા ધંધાના કામે ગયા હતા આ સમયે નરોડા રિંગ રોડ ઉપર સાંઇ પ્લેટીનીય પાસેથી ગઇકાલે સાંજે પસાર થતા ત્યાં ચાર શખ્સોેએ તેમને સરનામુ પૂછયું હતું. આમ વાતોમાં વ્યસ્ત રાખીને એક શખ્સ તેમના વાહનની ડેકી તોડીને તેમાંથી રોકડા રૂ.35000 લૂંટી લીધા હતા. બીજા બનાવમાં મેઘાણીનગમાં રત્નાસાગર સોસાયટી પાસે તાતાનગરમાં રહેતા નર્મદાબહેન બાબુલાલ રામાણી( ઉ.વ.63)એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે વૃધ્ધા ગત તા. ૨૧ના રોજ રાતે પોતાના સગાના ઘરેથી પરત આવી રહ્યા હતા આ સમયે બાઇક પર આવેલા શખ્સે વૃધ્ધા સાથે સરનામું પૂછવાનું નાટક કર્યુ હતું અને તેમના ગળામાંથી રૂ.35,000 નો સોનાનો દોરો લૂંટી લીધો હતો.