સમગ્ર દેશમાં 15 થી 18 વર્ષના કિશોરો કોવિડની રસી મેળવવા માટે આજથી કો-વિન પોર્ટલ ઉપર નોંધણી કરી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે લાભાર્થીઓ રુબરુ નોંધણી કરાવીને પણ સ્થળ ઉપર રસી લઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25મી ડિસેમ્બરે રાષ્ટ્રને સંબોધન દરમિયાન કરેલી જાહેરાત મુજબ 15 થી 18 વર્ષની વય જૂથ માટે 3 જાન્યુઆરીથી રસીકરણ શરુ થવાનું છે અને 60 વર્ષથી ઉપરના ગંભીર રોગ ધરાવતા લોકો માટે અને અગ્ર હરોળના આરોગ્ય તથા અન્ય કાર્યકરોની સાવચેતી માટે ત્રીજા ડોઝનું સંચાલન 10 મી જાન્યુઆરીથી શરુ થશે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રસીકરણના આ નવા કાર્યક્રમની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન બેઠક કરી હતી.
15 થી 18 વર્ષના કિશોરો રસી માટે કોવિન પોર્ટલ ઉપર કરી શકશે નોંધણી