Adani Group : માનનિય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, રાજ્યનાં વરિષ્ઠ અગ્રણીઓ, ઉદ્યોગ જગતના સુકાનીઓ અને મારા સ્નેહી મિત્રો
Adani Group : રાજસ્થાનમાં અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્રોમાં રૂ. 35,000 કરોડથી વધુનું કર્યું રોકાણ
Adani Group : માનનિય મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી, રાજ્યનાં વરિષ્ઠ અગ્રણીઓ, ઉદ્યોગ જગતના સુકાનીઓ અને મારા સ્નેહી મિત્રો
Adani Group : આપણે રાજસ્થાનને મહારાજાઓની ભવ્ય ભૂમિ કહીએ છીએ એવા રાજ્યમાં યોજાયેલ ઇન્વેસ્ટ રાજસ્થાન ૨૦૨૨ શિખરમાં હાજર રહી અદાણી સમૂહના વર્તમાન અસ્તિત્વ અને ભવિષ્યની યોજનાઓ વિષે વાત કરવાની મળેલી તક માટે વિશેષ ધન્યતા અનુભવું છું. આ એ જ ધરતી છે જેણે આપણને આપણા રાષ્ટ્રને કેટલીક તેજતરાર શૂરવીર હસ્તીઓ હામ્મીરા દેવા, મહારાણા કુમ્ભ, હેમચંદ્ર વિક્રમાદિત્ય, મહારાજા સુરજ મલ અને મહારાણા પ્રતાપના સ્વરુપમાં આપી છે. આ કઠીન મરુભૂમિએ આપણને મહાન યોધ્ધાઓ આપ્યા છે. એમાં જરાપણ આશ્ચર્ય નથી કે રાજસ્થાનની મારી દરેક મુલાકાત અંગત રીતે પ્રેરણાદાયી જણાઇ છે.
Adani Group : આદરણિય મુખ્યમંત્રીશ્રી આપની ગત ટર્મ દરમિયાન રાજસ્થાનમાં પાવર ક્ષેત્રમાં રોકાણ કરવાની અમારી અભિરુચી વ્યકત કરવા આપને પ્રથમવાર મળ્યો ત્યારે આપે તત્કાલ અમારુ સમર્થન કર્યું અને આપના અધિકારીઓને અનુકૂળ જમીન, પાણી શોધીને ફાળવી આપવા અને શક્ય તેટલી ઝડપે જરુરી મંજૂરીઓ આપવા સૂચનાઓ આપી હતી તે મને બરાબર યાદ છે. આટલી ઝડપી નિર્ણય પ્રક્રિયા મેં ક્યારેય જોઇ નથી અને એ જ ઝડપે અમોને 1320 મેગાવોટનો કવાઈ પાવર પ્લાન્ટ 36 મહિનાના સમયમાં સ્થાપવા જોમ આપ્યું જે ભારત માટે વિક્રમ હોવા સાથે અદાણી સમૂહે નિર્માણ કરેલા સુપર ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ માટે પણ રેકોર્ડ છે.
Adani Group : આદરણિય મુખ્યમંત્રીશ્રી, આપના પડોશી ગુજરાતમાં રહીને મને રાજસ્થાનનાં સામાજિક અને રાજ્યના આર્થિક ઉત્થાન માટે આપના નેતૃત્વને ચોતરફથી જોવાનો વિશેષાધિકાર પણ મળ્યો છે. આપે સમાજ કલ્યાણની અમલમાં મૂકેલી જાગ્રીતી બેક ટુ વર્ક યોજના, શક્તિ ઉડાન યોજના અને મુખ્યમંત્રી અનુ- પ્રિતી કોચીંગ જેવી યોજના રોજગાર, સસ્તુ શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે ચાલક બળ બની રહી છે અને તે રીતે સામાજિક સલામતીને મજબુત બનાવવા સાથે નવો ચીલો પાડી રહી છે. ભારત માટે તેના વ્યાપ, ઉદ્દેશ અને તેનામાં રહેલી અસરકારકતા એક બેન્ચમાર્ક બની રહી છે. આર્થિક મોરચે આપના વિઝને રાજસ્થાનને આપણા રાષ્ટ્રની સૌર ઉર્જાના સૂકાનીમાં રુપાંતર કરવા માટેનો પાયો નાંખ્યો છે. ઘણાં લોકો આતિથ્યવિહીન કહે છે તે થારના રણને રિન્યુએબલ એનર્જીના દુનિયાના પાટનગરોમાંના એકમાં પરિવર્તન કરી તેના હેતુને સમૂળગો ફેરવી નાખતા આપને જોઇને મોહિત થયો છું.
Adani Group : આપના વિઝન પ્રત્યેનો અમારો સંકલ્પ અમારા કાર્યોમાં પ્રતિબિંબિત થાય છે. રાજસ્થાન સરકાર સાથેના અમારા સંયુકત સાહસથી નિર્મિત 10 હજાર મેગાવોટનો સોલાર પાર્ક સંપૂર્ણ કાર્યરત તરફ દોરી ગયો છે જેમાંથી 1500 મેગાવોટ ગ્રીન પાવરના ઉત્પાદનની શરુઆત તો ક્યારની શરુ કરી ચૂકી છે. રાજસ્થાનમાં પણ રિન્યુએબલ્સમાં અમારા ગૃપનું સીધું રોકાણ સતત વેગવાન બની રહ્યું છે અને રુ.20 હજાર કરોડના રોકાણથી 4 હજાર મેગાવોટના પ્રોજેક્ટ્સ શરુ પણ કરી દીધા છે. વધુમાં ગત દસકાથી રાજસ્થાન 4300 મેગાવોટથી વધુ થર્મલ પાવર પેદા કરે તેમાં મદદરુપ થવા અમે ઇંધણનો પૂરવઠો પૂરો પાડી રહ્યાં છીએ. અમે 19 ગ્રીડ સબ-સ્ટેશન ચલાવી રહ્યા છીએ અને હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન્સ સાથે સંકળાયેલા છીએ. કિશનગઢમાં ડ્રાય પોર્ટ કન્ટેનરનું સંચાલન કરીએ છીએ,
Adani Group :જયપુર એરપોર્ટનું સંચાલન અને વિસ્તરણ કરવા ઉપરાંત અલવાર અને બુંદીમાં ખાદ્યતેલના બે પ્લાન્ટ પણ ચલાવી રહ્યાં છીએ. સમગ્ર રીતે કહેતા મને ગૌરવ થાય છે કે અદાણી ગૃપે રાજસ્થાન રાજ્યમાં બહુવિધ ઔદ્યોગિક ક્ષેત્રમાં અત્યાર સુધીમાં રુ.35 હજાર કરોડનું રોકાણ કર્યું છે. હવે ભાવિ રોકાણોની વાત ઉપર આવું તો રિન્યુએબલ્સ બિઝનેસમાં અમારું રોકાણ સતત ચાલુ છે. વધુ રુ.50 હજાર કરોડના રોકાણ સાથે 10 હજાર મેગાવોટ્સ ઉત્પાદનની કામગીરી અમલીકરણ હેઠળ છે અને આવતા 5 વર્ષમાં તે કાર્યાન્વિત થવા તરફ પ્રગતિ કરશે. આ સંદર્ભમાં એક સપ્તાહ પહેલા અમે વિશ્વનો સૌથી મોટો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર પ્લાન્ટનું વેપારી ધોરણે કામકાજ હાંસલ કર્યું છે અને તે અહીં રાજસ્થાનમાં છે. અંબુજા સિમેન્ટ્સ અને એસીસી હસ્તગત કરવાના અનુસંધાને અમે હવે ભારતમાં બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બન્યા છીએ.આ પહેલાથી જ્યારે અમારી પાસે ત્રણ સિમેન્ટ પ્લાન્ટ અને લાઇમ સ્ટોન તેમજ ખનિજ સંપતિ છે ત્યારે અતિ મહત્વની અમારી ક્ષમતાનું વિસ્તરણ રાજસ્થાનમાં સતત થવાનું છે. રાજ્યમાં અમારી સિમેન્ટ ઉત્પાદનની ક્ષમતા બે ગણી કરવા માટે વધુ રુ.7 હજાર કરોડનું રોકાણ કરવા અમારી ધારણા છે. હજુ ઘણું છે,જયપુર એરપોર્ટનું વિસ્તરણ કરી તેને વિશ્વકક્ષાની સગવડતાઓથી સજ્જ કરવા, PNG અને CNGની સપ્લાય માટેના અમારા નેટવર્કનો વિકાસ, ઔદ્યોગિક, વાણિજ્યક, ટ્રાન્સપોર્ટ અને ડોમેસ્ટિક ગ્રાહકોને શુધ્ધ ઇંધણ આસાનીથી ઉપલબ્ધ બનાવવા અને ઉત્પાદિત રિન્યુએબલ પાવરના ટ્રાન્સમિશન માટેના નવા પ્રોજેક્ટ સહિતના અન્ય પ્રોજેક્ટ્સની અમલવારી અને તેનાના વિસ્તરણના વિવિધ તબક્કામાં છે.
Adani Group : હાલ ચાલી રહેલા અને ભવિષ્યના રોકાણોને સાંકળીને હવે પછીના 5 થી 7 વર્ષમાં રાજસ્થાનમાં વધારાનું રુ 65 હજાર કરોડનું રોકાણ કરવાની અને સીધી અને આડકતરી 40 હજાર રોજગારીનું નિર્માણ કરવાની અમારી ધારણા છે. અદાણી સમૂહ એનર્જી ટ્રાન્ઝીશન ઉપર વિશ્વનું સૌથી મોટુ બેટ્સ કરી રહ્યું છે. આ પ્રક્રિયામાં સૌથી સસ્તી સોલાર અને વિન્ડ એનર્જી પેદા કરવાની અમારી નિવડેલી કાર્યશૈલીના આધારે અમે ગ્રીન હાઇડ્રોજન ઉપર દાવ ખેલી રહ્યા છીએ. હું માનું છું કે રાજસ્થાનના રણને રોજગારીના હરીયાળા દ્વિપમાં પરિવર્તિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટે અને એનર્જી ટ્રાન્ઝીશનને સક્ષમ બનાવવાની આવી તક અન્ય કોઈ રાજ્યો પાસે નથી. માનનિય મુખ્યમંત્રીશ્રી, રાજસ્થાનના ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેના આપના વિઝનની સાથે જોડતું વધુ એક ગેઇમ ચેન્જર બનશે. ગેહલોતજી, રાજસ્થાનના યોધ્ધાઓએ જે રીતે રણ વિષેની સમજણને તેઓએ તેમની સૌથી મોટી તાકાતમાં ફેરવી એ જ રીતે આપે એક ચળવળની ગતિ નક્કી કરી છે તે ફરી એક વખત રાજસ્થાનના રણને રાજ્યની મહાનતમ તાકાતમાં રૂપાંતરિત કરી રહી છે.