Accident: ચીખલીના પટેલ પરિવાર નો અકસ્માત ,ઘટનાસ્થળે જ પાંચ ના મોત
Accident: જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીનો દીકરાના મોત,અકસ્માતમાં બાળકનો ચમત્કારિક બચાવ થયો
Accident:નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. પુર ઝડપે આવી રહેલું કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું.
Accident:ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન હતા. જેથી લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેને લઈ ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. 25મી તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા એ પહેલા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. જોકે, એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.
Accident:નવસારીની ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃતદેહો ફસાયા હોવાથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
Accident: અકસ્માતમાં મૃત થયેલા પરિવારજનો, પ્રફુલભાઈ લલ્લુભાઈ પટેલ,મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ, શિવ પ્રફુલભાઇ પટેલ, રોનક કાન્તીભાઈ પટેલ,મનીષા મુકેશ પટેલ