Accident : મોટી હોનારત ટળી,180 યાત્રીના જીવ બચ્યાં

Accident : એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણે એરપોર્ટ પર બની હતી. વિમાનમાં લગભગ 180 મુસાફરો સવાર હતા જેમના જીવ બચી જતાં એરપોર્ટના અધિકારીઓ, પાઈલટ તથા ક્રૂ મેમ્બર્સે રાહતના શ્વાસ લીધા હતા.

Accident : વિમાનને નુકસાન થયું 

માહિતી અનુસાર મુસાફરો, પાઈલટ અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે પરંતુ વિમાનને નુકસાન થયું છે. એરપોર્ટના અધિકારીએ કહ્યું કે એર ઈન્ડિયાનું વિમાન લેન્ડિંગ કરતાં જ રન-વે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ ગયું હતું. આ ટક્કર સાથે જ જોરદાર ઝટકો લાગ્યો હતો જેનાથી હડકંપ મચી ગયો. ટ્રેનના આગળના ભાગ અને લેન્ડિંગ ગિયરવાળા ટાયરને નુકસાન થયાની માહિતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *