accident : રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ફરી એક વખત કમકમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.
accident : થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કારમાં સવાર 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
accident : ઊંઝામાં પણ અકસ્માત સર્જાયો
તો બીજી તરફ મહેસાણાના ઊંઝામાં પણ અકસ્માત સર્જાયો છે. દારૂ ભરેલી કારને અકસ્માત નડ્યો છે, દાસજ ગામ પાસે ડિવાઇડર સાથે કાર અથડાઇને નાળામાં ખાબકી ગઈ હતી. જે ઘટનામાં કાર સવાર 2માંથી 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ છે. અકસ્માત થયેલી ગાડીમાંથી 54 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે કારના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.