બોબી દેઓલની Aashram 3 નું ટ્રેલર રીલીઝ
Aashram 3 trailer/ બોબી દેઓલની વેબ સિરીઝ Aashram 3 નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ વખતે બાબા નિરાલા પોતે ભગવાનના રૂપમાં જોવા મળી રહ્યા છે.
Aashram 3 trailer / બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ભલે ફિલ્મી પડદે દર્શકોને ઇમ્પ્રેસ નથી કરી શક્યો, પરંતુ તેની વેબ સિરીઝ ‘આશ્રામ’એ ઓટીટી પ્લેટફોર્મ પર ચોક્કસથી ધમાલ મચાવી છે. ‘આશ્રમ’ની બે સીઝને દર્શકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે અને હવે ચાહકો ‘આશ્રમ સીઝન 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વેબ સિરીઝની રિલીઝને હજી થોડો સમય બાકી છે, પરંતુ ‘આશ્રમ 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં જોવા મળે છે કે બાબા નિરાલાનો દરબાર ખુલી ગયો છે અને આસ્થાના નામે તે ફરી એક વાર પાખંડનું પોટલું પહેરેલ જોવા મળશે.
Aashram 3 trailer / ટ્રેલરની શરૂઆત ગરીબોના બાબાના નારાથી થઈ રહી છે. સાથે જ બોબી દેઓલ પોતાના ડાયલોગ્સ સાથે કહેતા જોવા મળે છે કે તેને જે જોઈએ તે મળવું જોઈએ. ટ્રેલરમાં ઈશા ગુપ્તાની પણ ઝલક જોવા મળે છે, જે બોબી દેઓલને પોતાના હુસ્ન સાથે રીઝવતી જોવા મળે છે.
Aashram 3 trailer / ટ્રેલરની શરૂઆત ગરીબોના બાબાના નારાથી થઈ રહી છે. સાથે જ બોબી દેઓલ પોતાના ડાયલોગ્સ સાથે કહેતા જોવા મળે છે કે તેને જે જોઈએ તે મળવું જોઈએ. ટ્રેલરમાં ઈશા ગુપ્તાની પણ ઝલક જોવા મળે છે, જે બોબી દેઓલને પોતાના હુસ્ન સાથે રીઝવતી જોવા મળે છે.
Aashram 3 trailer / ટ્રેલરમાં તો બાબા નિરાલાના હાય હાયનાં નારા પણ સાંભળવા મળે છે. આ વખતે બાબા નિરાલાની ભક્તિમાં તેમના ભક્તો જય જયકાર કરશે તો ક્યાંક રાજકારણ સાથે ખાખી વર્દી બાબા સામે મોરચો કરતી નજરે જોવા મળશે. આ સિરિઝની સ્ટોરી ડ્રગ્સ, રેપ અને પોલિટિક્સથી ભરપુર હશે.
‘આશ્રમ 3’ વેબ સિરીઝ 3 જૂને એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે. પ્રકાશ ઝા દિગ્દર્શિત આ વેબ સિરીઝના ટ્રેલરે ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિઝન 3ને પણ દર્શકોનો એટલો જ પ્રેમ મળે છે કે નહીં.