બાબીયા ગામે શ્રી આવળ માઁ ના દર્શન કરી ચૂંટણી પ્રચાર નો આરંભ કરાયો
અમે માત્ર વાયદા નથી કરતા પણ ગેરંટી આપીયે છીએ : કૈલાશદાન ગઢવી
ગ્રામ પંચાયત ના 8 માંથી 6 સભ્યો આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા
મુન્દ્રા તાલુકાના બાબીયા ગામે શ્રી આવડ માઁ ના દર્શન કરી ટપ્પર ગામેથી ચૂંટણી પ્રચારનો શુભારંભ કરતા માંડવી મુન્દ્રા વિધાનસભા ના આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર કૈલાસદાનજી ગઢવી.
ટપ્પર ગામે સભા સંબોધી અને નવા જોડાયેલા કાર્યકરો ને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટી (AAP) માં સ્વાગત કાર્યો હતો.
કૈલાશદાન ભાઈ એ એક અગત્યની જાહેરાત પણ કરી હતી કે જો હું ધારાસભ્ય બનું તો ધારાસભ્ય ને મળતો પગાર હું નિજી ખર્ચ માં નહિ વાપરું સમગ્ર પગાર લોક ઉપયોગી કાર્યો માં ખર્ચ કરીશ.
ગ્રામજનો સાથે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પંજાબ અને દિલ્હી માં કરતા પ્રજા લક્ષીકમો ની વાત કરતાં જે આપ ની સરકાર ગુજરાત માં આવશે તો આરોગ્ય, શિક્ષણ, અને રોજગારી ને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
અમે માત્ર વાયદા નથી કરતા પણ ગેરંટી આપીયે છીએ. સામે ગ્રામજનો એ પણ કહ્યું કે અમો માત્ર પાર્ટી સાથે જોડાતા નથી પણ તમારી ગેરંટી સામે અમે પણ ગેરંટી આપીયે છીએ કે અમે વોટ તમને જ આપશુ.
આ પ્રસંગે ટપ્પર ગ્રામ પંચાયત ના 8 માંથી 6 સભ્યો આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા. ટપ્પર ગ્રામ પંચાયત ના સભ્યો રણજીતસિંહ રુપુભા જાડેજા,નરેન્દ્રસિંહ હિમતસિંહ જાડેજા, ભવાનીસિંહ ભરતસિંહ જાડેજા, શાંતિભાઈ જેઠાભાઇ કોળી,હમીરભાઈ ખેરાજભાઈ માતંગ, રમેશભાઇ વાલજીભાઇ મહેશ્વરી છ સભ્યો જોડાયા હતા
ઉપ સરપંચ ના સુપુત્ર મીતરાજસિંહ નટુભા જાડેજા સહિત 30 જેટલા લોકો આમ આદમી પાર્ટી મા જોડાયા હતા. દિગ્વિજયસિંહ જાડેજા તેમજ દિલીપસિંહ જાડેજાએ જહેમત લીધી હતી તમામ ને કચ્છ-મોરબી લોકસભા સચિવશ્રી સંજય બાપટ,પશ્ચિમ કચ્છ જીલ્લા કિસાન સેલ પ્રમુખશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, વિધાનસભા શહ સચિવ માણેક બારોટ ,કાર્યકતા અબ્દ્રેમાન સાંધ, સહિત ના હોદેદારો એ તમામ ને આવકાર્યા હતા તમામ ને ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા.