આમ આદમી પાર્ટી દ્વારા મુંદરા ના આમ લોકો ના હીત અને સુખ સુવિધા ની ચિંતા કરાઈ
માંડવી મુંદરા વિધાનસભા બેઠક આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કૈલાસદાન ભાઈ ગઢવી દ્વારા મુન્દ્રા કાર્યાલય ખાતે ગત રોજ પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું
કૈલાસ દાન ભાઈ ગઢવી દ્વારા પત્રકારો ને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા
મુંદરા નગર પાલિકા નગર વિકાસ માં ફેલ રહી છે રોડ,રસ્તા અને ગટર ના કામો થી નગરજનો ત્રસ્ત થયા હોવાની વાત કરતા કૈલાસદાન ભાઈ ગઢવી એ આમ આદમી પાર્ટી ની સરકાર બનતા ની સાથેજ મુંદરા માંડવી ના આરોગ્ય,શિક્ષણ અને અન્ય સુવિધા સાથે કામગીરી કરવાની ખાત્રી અપાઈ હતી.
મુંદરા નો ભવ્ય વારસો જે મુનરો કહેવતો તે પરત લાવવા અને જન સુખાકારી માટે કૈલાસ દાન ગઢવી એ કટિબ્ધતા દાખવતા વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો