આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા માંડવી વિધાનસભા બેઠક નો પ્રવાસ કર્યો
ચૂંટણી પ્રચાર ના પડગમ શાંત થયા છે ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રવક્તા હિમાંશુ ઠક્કરે માંડવી વિધાનસભા બેઠક પર વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
કચ્છી સમાજ અમદાવાદના મહામંત્રી શ્રી અખિલ ગુજરાત કચ્છ વાગડ લુહાણા મહાજન ના ઉપપ્રમુખ અને લોહાણા મહાપરિષદના પૂર્વ મહામંત્રી અને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર કચ્છની મુલાકાતે આવ્યા છે.ત્યારે અનેક સમાજ સાથે અને લોહાણા સમાજના વિવિધ શહેરના અગ્રણીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમાજને થયેલા અન્યાય બાબતે ચર્ચા કરી લોહાણા સમાજને એક જૂઠ થઈ ભ્રષ્ટ અને અહંકારી નેતાઓને પાઠ ભણાવવા માટે આહવાન કર્યું અને ગુજરાતની અસ્મિતા બચાવવા માટે તેમજ કચ્છીયતને જીવંત રાખવા માટે આમ આદમી પાર્ટીની ઈમાનદાર સરકાર બનાવવા માટે પણ તેમણે અપીલ કરી હતી
ક્ચ્છ માં થેયલ વિકાસ અંગે વાત કરતા ઠક્કરે જણાવ્યું હતું કે માત્ર ને માત્ર ભાજપ ના નેતાઓ નો વિકાસ થયો છે. ભાજપ ના વિકાસ થી આમ લોકો ને કોઈ ફાયદો થયો નથી
માંડવી વિધાન સભા બેઠક પર કૈલાશ દાન ભાઈ ગઢવી ને મત આપી આમ આદમી પાર્ટી ની સરકાર બનાવવા લોકો ને અપીલ કરી હતી