AAP અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સભા ગજવશે

અરવિંદ કેજરીવાલ

AAP અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સભા ગજવશે

AAP અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સભા ગજવશે 6 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ મહેસાણા જિલ્લામાં પ્રચાર કરશે. આપની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ હાજરી આપશે

AAP અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સભા ગજવશે 6 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ મહેસાણા જિલ્લામાં પ્રચાર કરશે. આપની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ હાજરી આપશે તેવી માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં 6 તારીખે યોજાશે પરિવર્તન યાત્રાનો સમાપન કાર્યક્રમ. સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ રોડ શો અથવા જાહેરસભા કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 6 જગ્યા પરથી શરૂ થયેલી આપની પરિવર્તન યાત્રા 6 તારીખે મહેસાણા જિલ્લામાં પહોંચશે. સોમનાથ, દ્વારકા, અબડાસા, સિદ્ધપુર, દાંડી અને ઉમરગામથી આ પરિવર્તન યાત્રા શરૂ થઈ હતી. 182 વિધાનસભા બેઠકો પર આપના નેતા પરિવર્તન યાત્રા કરી રહ્યા છે, હવે તેના સમાપન પ્રસંગે અરવિંદ કેજરીવાલ ખાસ હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *