દિલ્હીમાં ઈડી દ્વારા ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીના મોટા નેતા સંજય સિંહે એક મોટું નિવેદન આપ્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ધરપકડ બાદ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે આજે અચાનક ઈડી મારા ઘરે પહોંચી ગઈ અને આખો દિવસ દરોડા પાડ્યા, પરંતુ કંઈ બહાર આવ્યું નહીં. મારી જબરદસ્તી ધરપકડ કરવામાં આવી રહી છે, પરંતુ અમે આમ આદમી પાર્ટીના સૈનિક છીએ. અમે મોદીજીને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણી ખરાબ રીતે હારી રહ્યા છો. આ તમારી હતાશા અને પરાજયની નિશાની છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ અત્યાચાર વધે છે તો તેની સામે જનતાનો અવાજ બુલંદ થાય છે. સંજય સિંહે કહ્યું કે મરવું સ્વીકાર્ય છે, ડર સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે હું ભૂતકાળમાં આ વિશે બોલતો રહ્યો છું અને બોલતો રહીશ.
સંજય સિંહની માતા શું બોલ્યાં
સંજય સિંહની માતાએ કહ્યું કે મારો દીકરો નિર્દોષ છે. તે સત્ય માટે લડતો રહ્યો છે. તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. હું આશા રાખું છું કે તે જલ્દીથી મારી પાસે આવશે.
આમ આદમી પાર્ટીએ શું કહ્યું
આમ આદમી પાર્ટીએ કહ્યું કે જેના માથે માતાના આશીર્વાદ હોય તેનું કોઈ કંઈ ન બગાડી શકે. દરેક ક્રાંતિકારીને જેલ જોવી પડે છે, આજે સંજય સિંહને પણ આ વિશેષાધિકાર મળ્યો છે. તેઓ ડરતા ન હતા, તેઓ ડરશે નહીં. અમે અન્યાય સામે લડતા રહીશું.
વિપક્ષી નેતાઓ આવ્યા ફૂલ સપોર્ટમાં
મોદીજીનો અહંકાર દેખાય છે-કેજરીવાલ
ઈડીની કાર્યવાહી બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે સંજય સિંહની ધરપકડ એકદમ ગેરકાયદેસર છે. આ મોદીજીનો અહંકાર દર્શાવે છે. તેઓ ચૂંટાઈ આવશે ત્યાં સુધીમાં તો તેઓ ઘણા વધુ વિપક્ષી નેતાઓની ધરપકડ કરી લેશે.
અમે બીજી માટીના બનેલા છીએ: ભગવંત માનપંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માનએ કહ્યું કે ઇડી દ્વારા લોકોને ડરાવવા મોદીજીની આદત બની ગઇ છે, જ્યાં જનતાએ તેમનું સમર્થન ન કરવું જોઇએ, અમે બીજી માટીના બનેલા છીએ. અમે ડરતા નથી. સંજય સિંહ ઘણું લાબું જીવશે.
તેજસ્વી યાદવે કહ્યું, અમે લડીશું અને જીતીશુંબિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે આજે સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે અને મેં પણ સાંભળ્યું છે કે પાંચમું સમન્સ (ઝારખંડના સીએમ) હેમંત સોરેનને મોકલવામાં આવ્યું છે. કથિત જોબ ફોર લેન્ડ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટમાં મારું નામ ઉમેરવામાં આવ્યું હતું. અમે લડીશું અને જીતીશું.
જે ડર્યાં તે મર્યા-આરજેડી સાંસદઆરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે સંજય સિંહની ઈડીએ ધરપકડ નથી કરી, તેમની ભાજપ એકમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઈડી-આઈટી-સીબીઆઈ શામેલ છે. અંધારા દિવસો શરૂ થઈ ગયા છે. તાનાશાહીના આ કાળમાં જે ડરી ગયો તે મૃત્યુ પામ્યો. સરમુખત્યારો પોતે જ ડરી ગયા છે. આ ડરનો જવાબ ટૂંક સમયમાં મળી જશે.
સંજય સિંહની ધરપકડ દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડની તપાસમાં કરી રહેલી ઈડીએ આમ આદમી પાર્ટીના મોટા નેતા સંજય સિંહની ધરપકડ કરી છે. ઈડીએ આખો દિવસ તેમના ઘેર દરોડા પાડ્યાં હતા અને તેમની 10 કલાક પૂછપરછ કરી હતી જે પછી તેમની ધરપકડ કરી હતી. શું છે દારુ કૌભાંડ દિલ્હીના ચર્ચિત દારુ કૌભાંડમાં આરોપ છે કે કેજરીવાલ સરકારે એક નવી આબકારી નીતિ લાવીને માનીતાને ફાયદો કરાવ્યો હતો અને મનમાની રીતે દારુની દુકાનોના લાઈસન્સ ફાળવ્યાં હતા જેના બદલમાં આમ આદમી પાર્ટીને ચૂંટણીફંડ અપાયું હતું.