AAP નેર ગામે આમ આદમી પાર્ટીની જનસભા : 60થી વધુ ગ્રામજનો AAPમાં જોડાયા

AAP ગાંધીધામ : પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ભચાઉ તાલુકાના નેર ગામે આયોજિત જનસભામાં ગામના લોકોનો ઊજ્જવળ પ્રતિસાદ મળ્યો હતો. ગામની વિવિધ મૂળભૂત સમસ્યાઓને લઈને યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આશરે 60 જેટલા ગામજનો પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અન્સારી આથાના હસ્તે ખેશ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

AAP જનસભા દરમિયાન ડો. કાયનાત અન્સારી આથા દ્વારા ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓની વિસ્તૃત માહિતી મેળવી હતી. ગામને મુખ્ય રસ્તાથી જોડતો માર્ગ બિસ્માર હોવાથી લોકોને વધારાના 10 કિમીનો ફેરો કરવો પડે છે. પાણીની ટાંકી હોવા છતાં પૂરતું પાણી ન મળતા ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. ગામમાં ટોયલેટની સુવિધા ન હોવાથી ખાસ કરીને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દીનદયાલ પોર્ટ ઓથોરીટી બહાર વારસદારોની ભૂખ હડતાલ; આમ આદમી પાર્ટીનું સમર્થન

AAP તેમજ ગામમાં માત્ર 7મું ધોરણ સુધી જ શિક્ષણની ઉપલબ્ધતા હોવાથી દીકરીઓના ઉચ્ચ અભ્યાસમાં અવરોધ ઉભો થાય છે. રોડ, ગટર તેમજ અન્ય પ્રાથમિક સુવિધાનો અભાવ પણ ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આસપાસની 35,000 એકર જમીન પર જમીન માફિયાઓના કબ્જાની ફરિયાદ પણ સભામાં ઉઠાવવામાં આવી હતી.

AAP સભા દરમિયાન રબારી વિભા ભાઈ, હેમા ભાઈ, નાગજી કેસરા, વિરમ મંગા, હેમા આંબા, સાજણ ગગુ, ખેતા મંગા, ગોવા ભીમા સહિત અનેક લોકોએ AAPમાં જોડાઈ નવી રાજકીય શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં ડો. કાયનાત અન્સારી આથા, લક્ષમણ ઠાકોર, ડાયાભાઈ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

AAP આ સભા બાદ ગ્રામજનોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા પાર્ટીએ નજીકના સમયમાં ગામની સમસ્યાઓના ઉકેલ માટે સક્રિય પ્રયાસ કરવાની જાહેરાત કરી હતી.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *