AAP / આજે EDએ AAPના વરિષ્ઠ નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. રિપોર્ટ અનુસાર દિલ્હી જલ બોર્ડમાં ભ્રષ્ટાચારના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
AAP/ દિલ્લીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરમાં EDની રેડ પડી છે. દિલ્હીમાં 12 થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે, જેમાં CM અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમાર અને શલભ કુમાર સહિત ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ તમામ સ્થળો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
AAP/મળતી માહિતી મુજબ, મની લોન્ડરિંગના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ પહેલા કરવામાં આવી છે, જેમણે મંગળવારે સવારે 10 વાગ્યે EDની કાર્યવાહી અંગે મીડિયાને મળવાની વાત કરી હતી.
AAP/આ દરોડા દરમિયાન આજે આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં દિલ્હી સરકારના મંત્રી આતિશી સિંહે કહ્યું કે આ બધું અમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે.