AAP/આમ આદમી પાર્ટી માંડવી યુવા ટીમ દ્વારા નગરપાલિકા ને નગર ની સમસ્યાઓ દૂર કરવા માટે આવેદનપત્ર અપાયું
AAP / આમ આદમી પાર્ટી માંડવી શહેર યુવા ટીમ દ્વારા માંડવી નગરપાલિકા ચીફ ઓફીસર ને નગર ની રોડ ,ગટર,લાઈટ,cctv કેમેરા, સફાઈ અંગે આવેદનપત્ર અપાયું હતું
આ આવેદનપત્ર આપવા પ્રદેશ કાર્યકરી પ્રમુખશ્રી કૈલાસદાન ગઢવી,પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખશ્રી સંજયભાઈ બાપટ,શહેર યુવા પ્રમુખ આફતાબ ચાવડા,હુસેનભાઈ જુણેજા , માયનોરીરીટી વીંગ ના પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખ સૈયદ ઇમામસા બાવા,જગદીશ મહેશ્વરી, અભાભાઈ ગઢવી,અબ્દુલભાઇ ધોરીયા,દેવેન્દ્ર જોષી, સહિત ના અગ્રણીયો દ્વારા માંડવી શહેર વિસ્તારમાં ગંદકી ઉભરાતી ગટરો ઢાંકણા વગર ની ખુલી ગટરો રખડતા પશુઓ ,બંધ પડેલા કેમેરા,ગેરકાયદેસર લાગેલા હોડીગ સહિત ની રજુઆત કરવા માં આવી હતી ગટર અને ખાસ સફાઈ નહિ કરવા માં આવે શહેરી વિસ્તારોમાં તો શહેર નો કચરો ભેગો કરી આ કચરો નગરપાલિકા માં ઠાલવવાની ફરજ પડશે જેની જવાબદારી તંત્ર ની રહેશે એવી ચેતવણી માંડવી વિધાનસભા પ્રભારી કૈલાસદાન ગઢવી જી એ આપી હતી