એએમેટીએસ બસના 1 વર્ષમાં 217 અકસ્માતો કર્યા, ખાનગી ઓપરેટરો ચલવશે આ સેવા

AMTS બસના ચાલકો દ્વારા ચલાવવામાં આવતી એએમટીએસ બસને અકસ્માતો વારંવાર નડી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 217 અકસ્માતો થયા હતા. ખાનગી ઓપરેટરો દ્વારા AMTS ચલાવવામાં આવી રહી છે . અત્યારે એએમટીએસ ખાદમાં ચાલી રહી છે. ત્યારે બેફામ રીતે ચલાવાતી એએમટીએસ બસના કારણે અકસ્માતોના બનાવો પણ સામે આવી રહ્યા છે. જેમાંથી 6 જેટલા અકસ્માતો જીવલેણ સાબિત થયા છે.

અમદાવાદ શહેરના વિવિધ રૂટ પર દોડતી AMTS બસ સેવા અત્યારે ખાનગી ધોરણે એજન્સીઓ મારફતે ચાલી રહી છે ત્યારે અકસ્માતો જે બન્યા છે જેમાં  ખાનગી ઓપરેટરોના બસ ચાલકોના કારણે કુલ 155 નાના-મોટા અકસ્માતો થયા હતા, જેમાંથી છ જીવલેણ હતા. 

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ બસ સેવાના ડ્રાઇવરો દ્વારા સ્પીડિમાં ચલાવવામાં આવે છે. જેમાં કેટલાક ડ્રાઈવરો સારી રીતે હંકારે છે પરંતુ કેટલાક ગફલત ભરી રીતે બસને ચલાવે છે ત્યારે આ બનાવો બને છે. એકવાર એક ડ્રાઈવર દારુ પીધેલી હાલતમાં પણ ઝપાયો છે. વર્ષ દરમિયાન સાત જીવલેણ બનાવો બન્યા છે. એએમટીએસની સાથે સાથે બીઆરટીએમાં પણ અગાઉ જીવલેણ અકસ્માતો બન્યા છે. જેથી ટ્રાન્સપોર્ટ સર્વિસે આ બાબતની કાળજી રાખવી પણ ખૂબ જરૂરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *