ગુજરાત પોલીસના જવાનો દ્વારા એક મહિલાનો જીવ બચાવવામાં આવ્યો છે. સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટી એન્ડ ટી વી હાઈસ્કુલ સામેની ટાંક બિલ્ડીંગના મકાનમાં એક મહિલા ઘરનો દરવાજો બંધ કરીને આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી. શુક્રવારે રાત્રે આઠ વાગીને પાંચ મિનિટે ઘટનાનો મેસેજ અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના પીસીઆર નંબર ૩૩ને આપવામાં આવ્યો હતો. જેથી પીસીઆર નં – 33 ના ઈન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહ અને એસઆરપીના જવાન તાત્કાલીક સમય મર્યાદામાં ઘટના સ્થળે પહોંચીને ઘરનો દરવાજો તોડીને મકાનમાં પ્રવેશ કરી આત્મહત્યા કરતી મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાએ ઝેરી પ્રવાહી પીધેલુ જણાતા તાત્કાલીક 108 એમબ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. પોલીસકર્મીઓએ સમયસર પહોંચી મહિલાનો જીવ બચાવી પોતાની ફરજ નિભાવી ઉમદા કામગીરી કરી હતી