રાજ્યમાં કોરોનાના કેસો વધતા હોમ આઈસોલેશન કે ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓને ટેલિફોનથી નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન મળી રહે તે માટે ભાજપ ડોક્ટર સેલ દ્વારા એક હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પ લાઈન નંબર 91 9408216170 ઉપર કોવિડ દર્દી કે પરિવારજનો ફોન કરી ડોક્ટરોના માર્ગદર્શન મુજબ સારવાર લઈ શકશે.
ભાજપ ડોક્ટર સેલના કન્વીનર ડો.ધર્મેન્દ્ર ગજ્જરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વધતા જતાં સંક્રમણને લીધે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ડોક્ટર સેલને જનતાની સેવા માટે કામગીરી શરૂ કરવા સૂચના આપી છે. તેના ભાગરૂપે આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પ્રદેશ ડોક્ટર સેલ દ્વારા દરેક જિલ્લાઓમાં 50થી 70 ડોક્ટરોની કોવિડ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં બે હજાર 500 જેટલા ડોક્ટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.