અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં બળાત્કારનો કિસ્સો સામે આવ્યો

અમદાવાદ શહેરમાં વધુ એક બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં યુવતી તેના ઘરે એકલી હતી અને તેનો પતિ નોકરીએ ગયો હતો. ત્યારે બે લોકો રાજુ અહીં રહે છે તેવું પૂછી યુવતીના ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં આ બંને શખ્સોએ જમવાનું માંગવાના બહાને યુવતી સાથે વાતો કરી અને તેની એકલતાનો લાભ ઉઠાવી જમીન પર પાડી તેના કપડા ફાડીને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ પોતાના બચાવ માટે બુમાબુમ કરતા આરોપીઓએ બ્લેડના આડેધડ ઘા માર્યા અને તેનો સેલ ફોન લૂંટી ફરાર થઇ ગયા હતા.

સમગ્ર મામલે ગુનો નોંધી ઓઢવ પોલીસે તપાસ તો શરૂ કરી પણ બળાત્કાર ગુજારનાર એક જ વ્યક્તિ હતો કે, બંને લોકોએ બળાત્કાર ગુજાર્યો તે માટે તપાસ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, શકમંદોની હાલ પૂછપરછ કરી ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ મહેનત કરી રહી છે.

મૂળ ઉત્તર પ્રદેશની 19 વર્ષીય યુવતી અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહે છે. આ યુવતી તેના પતિ સાથે ભાડાના મકાનમાં છેલ્લા એક મહિનાથી રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ ઓઢવ ખાતે એક કારખાનામાં નોકરી કરે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2021માં થયા હતા. ગત 10 જાન્યુઆરીના રોજ સવારે આ યુવતીનો પતિ નોકરીએ જવા નીકળ્યો હતો. બાદમાં યુવતી ઘરે એકલી હતી. ત્યારે બપોરે તે તેના મોબાઇલ ફોનમાં ફિલ્મ જોતી હતી અને તેના ઘરનો દરવાજો આડો કર્યો હતો.

દરમિયાન બે શખ્સો આવ્યા અને રૂમના દરવાજાને ધક્કો મારતા દરવાજો ખુલી ગયો હતો. એક શખ્સે પીળા કલરનું જેકેટ તથા બીજા શખ્સે કોફી કલરના ચેક્સ વાળુ શર્ટ પહેર્યું હતું. જે બંનેની ઉંમર 20થી 25 વર્ષની હતી. જેમાંથી એક શખ્સ રાજુ તે જ વિસ્તારમાં રહે છે, જે ગોરખપુરનો છે તેવું યુવતીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું અને રાજુ નામનો કોઈ વ્યક્તિ અહીં રહેતો નથી, આસપાસમાં તપાસ કરી લો તેવું પણ જણાવ્યું હતું.

બીજા શખ્સે આ યુવતીને પૂછ્યું કે, ખાવાનું ખાઈ લીધું છે? જેથી આ યુવતીએ કહ્યું કે તેણે જમી લીધું છે. બાદમાં આ શબ્દો યુવતીને કહેવા લાગ્યા કે, અમારે પણ જમવાનું છે તું અમને જમવાનું નહીં આપે? જેથી યુવતીએ કહ્યું કે મારા પતિ જમવાનું ટિફિન લઈ ગયા છે અને જમવાનું કાંઈ વધ્યું નથી. તેમ કહેતાં આ બંને શખ્સો યુવતીના રૂમમાં આવી ગયા હતા.
જેમાંના એકે આ યુવતીનો હાથ પકડી બળજબરીથી તેને નીચે પાડી દીધી હતી. બાદમાં મોઢું દબાવી તેને સુવડાવી દીધી હતી અને અન્ય શખ્સે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી આ યુવતીના કપડાં કાઢી દીધા હતા અને આંતર વસ્ત્રો ફાડી નાખ્યા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીએ પોતાને છોડાવવાની કોશિશ કરતા અન્ય શખ્સે યુવતીને બ્લેડ મારી હતી. જેથી યુવતીને ઈજાઓ પહોંચી હતી. જેથી યુવતીએ લોહી વહી જતાં બૂમાબૂમ કરતા આ બંને શખ્સો યુવતીનો મોબાઈલ ફોન લૂંટી ભાગી ગયા હતા. બાદમાં પાડોશી મહિલાને આ અંગે જાણ થતાં તે મહિલાએ આ યુવતીની મદદ કરી હતી. યુવતીને ગુપ્ત ભાગોમાંથી લોહી નીકળતું હતું. જેથી તેના પતિને અને પોલીસને જાણ કરી હતી. સમગ્ર બાબતને લઈને પોલીસે બે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *