Crime news : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક યુવકને બે ટપોરીઓએ ભેગા મળીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતાં જેમાં યુવકનું મોત થયું હતું. આ સમગ્ર બનાવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, યુવક ગરબા રમવા ગયો હતો ત્યારે લોહી લુહાણ હાલતમાં દીકરો પરત આવીને પિતાની છાતી પર જ પડ્યો હતો અને ત્યાં જ તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે હાલ શહેર કોટડા પોલીસે ગુનો નોંધી આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
Crime news : નવરાત્રીમાં દીકરાને રહેંસી નાખ્યો
Crime news : સરસપુર વિસ્તારમાં આવેલી આયાભાઈની ચાલીમાં રહેતા સુરેશભાઈ કશ્યપ એરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે કે, તેના પરિવારમાં તેના પત્નીના મોત બાદ તેના બે દીકરાઓ સાથે તે અહીંયા રહેતો હતો. તેનો નાનો દીકરો પવન નવરાત્રિ હોવાથી પોતાની ચાલીમાં ગરબા જોવા માટે ગયો હતો. રાત્રિના દોઢેક વાગ્યાની આસ્થામાં સુરેશભાઈ બહાર પલંગ પર સુતા હતા. ત્યારે અચાનક પવન તેમની પર આવીને પડ્યો હતો.
Crime news : છાતીના ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા
Crime news : આ દરમિયાન પવન લોહી લુહાણ હાલતમાં હતો. તેને તાત્કાલીક સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સુરેશભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, રાતે કેતન પરમાર અને ભાવિક ઉર્ફે ભાવાએ તેમના દીકરા પવનને છાતીના ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ બંને આરોપી ભાગી ગયા હતા.
Crime news : આરોપી સાથે પિતાનો બે વર્ષ અગાઉ ઝગડો
Crime news : બીજી તરફ ફરિયાદમાં ઉલ્લેખ છે કે, કેતન પરમાર સાથે સુરેશભાઈનો બે વર્ષ અગાઉ ઝગડો થયો હતો. પવનની હત્યા બાદ બંને આરોપી ફરાર થઈ ગયો હતો. શહેર કોટડા પોલીસે આ સમગ્ર બનાવવામાં બે આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી વિગત મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
Crime news : અમદાવાદમાં યુવક પર ખંજરથી હુમલો
Crime news : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 2 દિવસમાં જ હત્યાના બે બનાવ બન્યા છે. અગાઉની હત્યાનો ભેદ ઉકેલાયો ત્યાં બીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. દુકાન પર પોસ્ટર ફાડવા બાબતે 3 ઇસમોએ એક યુવકની હત્યા કરી દીધી છે. સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Crime news : મારી પત્નીની દુકાન પરનું પોસ્ટર કેમ ફાડ્યું
Crime news : રિતેશ શાહ નામનો યુવક તેના મિત્રો સાથે ગરબા જોવા માટે ગયો હતો. મંગલમ સ્કૂલ સામે ગરબા જોઈ રહ્યો હતો ત્યારે રાત્રે સવા બાર વાગ્યાના આસપાસ મહેન્દ્ર ઉર્ફે માઈકલ શર્મા, અચલ ઉર્ફે સૌરભ શર્મા અને મીનકુ શર્મા ત્યાં આવ્યા હતા. મહેન્દ્ર રિતેશને કહેવા લાગ્યો હતો કે મારી પત્નીની દુકાન પર લગાવેલું પ્લાસ્ટિકનું પોસ્ટર કેમ ફાડી નાખ્યું છે. ગંદી ગાળો બોલવા લાગ્યો હતો જેથી રિતેશે ગાળો બોલવાની ના પાડી હતી.
Crime news : ખંજર મારવા જતાં રિતેશને બચાવવા વિશાલ વચ્ચે પડ્યો
ઉશ્કેરાઈને મહેન્દ્ર રિતેશ અને તેના મિત્રોને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો. મહેન્દ્ર અને મીનકુએ રિતેશને પાછળથી પકડી રાખ્યો હતો અને અચલે તેના પેન્ટમાં છૂપાવેલું ખંજર કાઢીને મારવા જતો હતો ત્યારે રિતેશનો મિત્ર વિશાલ ગુપ્તા છોડાવવા વચ્ચે પડતાં જમણા પગના ભાગમાં તથા ડાભા પગના ભાગે ખંજર વાગતા વિશાલને પગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
Crime news : ત્રણેય ઇસમો સામે હત્યાની નોંધાવી ફરિયાદ
Crime news : ત્યારબાદ રિતેશ અને અન્ય મિત્ર અંકિતને ત્રણેય ઇસમોએ નીચે પાડી દઈ ગડદા પાટુનો માર મારવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા. વિશાલ ગુપ્તાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે રિતેશે ત્રણેય ઇસમો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.