અકસ્માત : યુપીના કાનપુરમાં શનિવારે રાતે એક મોટો અકસ્માત થયો હતો જેમા ટ્રેક્ટર અને ટ્રોલી તળાવમાં ખાબક્યાં હતા અને તેમાં 25 લોકોના મોત થયા હતા.
અકસ્માત : યુપીના કાનપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. ફતેહપુરના દેવી મંદિરથી દર્શન કરીને પાછા આવી રહેલા શ્રદ્ધાળુઓને કાળ નડ્યો હતો. કુલ 40 લોકો ટ્રેક્ટરમાં બેસીને પોતાના ગામ આવી રહ્યાં હતા ત્યારે રાતે લાઈટમાં બરાબર ન દેખાતા ટ્રેક્ટર તળાવમાં ખાબક્યું હતું આ જોઈને રાડારાડ મચી હતી. તળાવમાં પાણી ઘણું હોવાથી લોકો ડૂબવા લાગ્યાં હતા જે લોકોને તરતા આવડતું હતું તેઓ બહાર આવી ગયા હતા આ દરમિયાન 25 લોકો તો ડૂબી ગયા હતા જેમની લાશ બહાર કાઢવામાં આવી હતી.
11 બાળકો અને 11 મહિલાઓના મોત
અકસ્માત : દુર્ઘટનામાં કુલ 25 લોકોના મોત થયા છે જેમાં 11 બાળકો અને 11 મહિલાઓ તથા બીજા 3 લોકો સામેલ છે. આ તમામ લોકો ફતેહપુર દેવીના દર્શન કરીને પરત આવી રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
અકસ્માત : લાઈટ ઓછી હોવાથી ટ્રેક્ટર અને ટ્રોલી તળાવમાં પડ્યાં ટ્રેક્ટરની લાઈટ ઓછી હોવાથી ડ્રાઈવરને બરાબર દેખાતું નહોતું અને તેને કારણે આવો અકસ્માત થયો હતો. ઘટના ખબર મળતા આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લોકોને તળાવમાંથી બહાર કાઢવાનું શરુ કર્યું હતું.
અકસ્માત તળાવમાંથી 25 લોકોની લાશ બહાર કઢાઈ
આ તળાવમાંથી અત્યાર સુધીમાં 22 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ઘણા ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર શ્રદ્ધાળુઓ સાધ પોલીસ સ્ટેશન વિસ્તારના કોરથા ગામના રહેવાસી છે. બધા ફતેહપુરના ચંદ્રિકા દેવી દેવી મંદિરમાં ગયા હતા. પરત ફરતી વખતે સાધ અને ગંભીરપુર ગામની વચ્ચે રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ટ્રોલી પલટી ગઈ હતી.
અકસ્માત : સીએમ યોગીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું
કાનપુર દુર્ઘટનામાં 22 લોકોના મોત પર સીએમ યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. આ મામલાની નોંધ લઈને સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દીધા છે. સીએમ યોગીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે ઘાયલોને યોગ્ય સારવાર આપવામાં આવે.
અકસ્માત :પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું
આ ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ના વળતરની જાહેરાત કરી હતી.