PM MODI : ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોએ આંદોલન સમેટ્યું, PM મોદી આવતીકાલે જાહેર કરશે ગૌ માતા પોષણ યોજના
PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદ્યશક્તિ ધામ અંબાજીથી ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરાશે જેને લઇને ગૌશાળા સંચાલકોની માંગનો સુખદ અંત આવ્યો છે.
PM MODI : રાજ્યમાં જે ગૌ-શાળા અને પાંજરાપોળ ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા અગાઉ મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાની શરૂઆત કરાઇ હતી. જેને લઇને ગુજરાત સરકાર દ્વારા 500 કરોડ રૂપિયાની સહાયની જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ સહાય ચુકવવામાં વિલંબ થતા ગૌશાળાના સંચાલકો સહાયની ચૂંકવાની માંગ કરી રહ્યા હતા. જે અંગે આજે જાહેરાત કરાતા ગૌશાળા સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે જેની ઉજવણી કરવામાં આવી અને વિરોધાત્મક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
PM MODI : સરકાર દ્વારા બાહેધરી અપાઈ
PM MODI : બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળને સહાયની રકમ ચૂકવોની માંગ સાથે ગૌશાળાના સંચાલકો છ મહિનાથી આંદોલન અને વારંવાર રજૂઆત કરી રહ્યા હતા. વધુમાં અગાઉ બનાસકાંઠા જિલ્લાના ગૌભક્તોએ આવેદનપત્ર આપી 48 કલાકમાં ગૌ પોષણ યોજનાનો લાભ નહીં મળે તો ગૌ શાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં છીડી દેવાની ચીમકી આપી હતી. અલ્ટિમેટમ પુર્ણ થવા છતાં પણ સરકારે કૉઈ જાહેરાત ન કરતાં બનાસકાંઠામાં ગૌ શાળા સંચાલકોએ ગાયો છોડી મૂકવાનો સિલસિલો ચાલુ કર્યો હતો.ત્યારબાદ આજે પોલીસ વિભાગ એડિશનલ ડીજીઆરબી બ્રહ્મભટ્ટની મધ્યસ્થમાં સરકાર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે સરકાર દ્વારા સહાયની જાહેર કરવામાં આવી તે સહાય આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવશે. ત્યારબાદ ટૂંક જ સમયમાં આ સહાય પૂરી પાડવામાં આવશે.
PM MODI : આંદોલન સમેટવાની ગૌ સંચાલકોએ જાહેરાત કરી
ત્યારબાદ કેન્દ્રમાંથી આજે ગૌ સંચાલકોને સરકાર દ્વારા જાહેર કરેલી સાહયની બાહેધરી મળતા તેઓના આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. આવતીકાલે પીએમ દ્વારા જાહેરાત બાદ અભ્યાસ કર્યા પછી આ આંદોલન સમેટવાની ગૌ સંચાલકોએ જાહેરાત કરી છે. બીજી તરફ સરકારે ટૂંક સમયમાં સહાય આપવાની ખાતરી આપતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં ખુશી જોવા મળી રહી છે. જે સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે.