પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે બનાસકાંઠાના પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે સુરત ખાતે ભવ્ય રોડ શૉ બાદ ભવ્ય સભાની સંબોધન કર્યું હતું અને સુરતમાં 3400 કરોડ કરતા પણ વધારે રૂપિયાંના વિકાસ કર્યોનું લોકાર્પણ કર્યું હતું. સુરત બાદ પીએમ મોદી ભાવનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે રોડ શૉ કર્યો હતો અને ભાવનગર, અમરેલી અને બોટાદ માટે 6 હજાર કરોડ કરતા પણ વધારે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ મહત્વ છે. પીએમ મોદી આવતીકાલે બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અને 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીની આવતીકાલની બનાસકાંઠાની મુલાકાત દરમિયાન આવાસ યોજના, રોડ તેમજ રેલવે સહીત વિવિધ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.  

વડાપ્રધાનશ્રી આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમ

– રાજ્યમાં 61 હજારથી આવાસોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

– આવાસ યોજનાના લાભાર્થીઓને કરાવશે સામૂહિક ગૃહ પ્રવેશ

– આ પ્રસંગે રાજ્યભરમાં યોજાશે વિવિધ પ્રવૃતિ- કાર્યક્રમો

– 9 જિલ્લાના 15 સ્થળોએ સાંસ્કૃતિક નૃત્ય, ગરબા જેવા કાર્યક્રમ યોજાશે

– પંચમહાલ જિલ્લાના વંદેલી ગામમાં આદિવાસી ટીમલી નૃત્ય યોજાશે

– પંચમહાલના  ભંડોઈ ગામમાં ગરબા અને માંગલિયાણા ગામમાં વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા પ્લે કાર્ડ 

– ખેડા જિલ્લાના લેટર ગામ ખાતે બાળકોને તિથી ભોજન કરાવાશે

– મહેસાણા જિલ્લાના અરઠી ગામમાં રંગોળી તો ભટારીયા ગામમાં ભવાઈ કાર્યક્રમ યોજાશે

– છોટા ઉદેપુર જિલ્લાના નવાલજા ગામમાં ગરબા તો ઇન્દ્રાલ ગામમાં ભજન કાર્યક્રમ યોજાશે

– નવસારી જિલ્લાના મીંઢાબારી ગામમાં પરંપરાગત ડાંગી નૃત્ય કાર્યક્રમ યોજાશે

– સુરેન્દ્રનગરના ટોકરળા ગામમાં પરંપરાગત ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે

– કચ્છના ફરાદી ગામમાં રસ-ગરબા કાર્યક્રમ યોજાશે

– સુરતના કરચેલીયા ગામમાં ભીંતચિત્રો, વર્લી પેઈન્ટીંગ, આદિવાસી નૃત્ય યોજાશે

– અરવલ્લી જિલ્લાના રેલ્લાવાડા ગામમાં ભજન જેવી વિવિધ સંસ્કૃતિક પ્રવૃત્તિઓ થશે

જિલ્લાનું નામ  –     ગામનું નામ                    કાર્યક્રમ

પંચમહાલ    –      વંદેલી                – ટીમલી નૃત્ય
                 –      ભંડોઈ                – ગરબા
                 –      માંગલિયાણા            – વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા પ્લેકાર્ડ

ખેડા          –      લેટર                        – બાળકોને તિથિ ભોજન, તોરણ, દિવડા, હવન

મહેસાણા    –     અરઠી                – બાળકોની વેશભૂષા, રંગોળી
                 –      ભટારીયા                – ભવાઈ
                 –      જગુદણ                – રંગોળી, ગરબા

છોટાઉદેપુર  –     નવાલજા                – નાની બાળકીઓ દ્વારા ગરબા
                  –     ઈન્દ્રાલ                – ભજન

નવસારી      –      મીંઢાબારી                – પરંપરાગત ડાંગી નૃત્ય
                  –      અબ્રામા                – હવન- પૂજા

સુરેન્દ્રનગર    –     ટોકરાળા                – પરંપરાગત ગૃહ પ્રવેશ

કચ્છ            –     ફરાદી                – રાસ ગરબા

સુરત           –     કરચેલીયા                – આદિવાસી નૃત્ય

અરવલ્લી    –      રેલ્લાવાડા                – ભજનમંડળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *