ભરૂચ જિલ્લાના આમોદ નગર માં ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય
ભરૂચના આમોદ નગર મા ઘર આંગણે પાર્ક કરેલી ગાડીઓમાથી રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ઘર આંગણે પાર્ક કરેલી ઇકો ગાડીના સાઈલેન્સરોની ચોરીના બનાવો બનતાં નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.સાઈલેન્સર ચોર ટોળકી સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે.જેથી પોલીસ નાઈટ પેટ્રોલીંગ સધન બનાવી આવા ચોરોનેર તાત્કાલિક જેર કરે તેવી માગ બળવત્તર બની છે.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદમાં ગણેશ નગરમાં રહેતા અર્પિત હરેન્દ્ર પઢીયારની ઇકો ગાડી ઘર આંગણે પાર્ક કરેલી હતી ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરી ગયા હતા.તેમજ ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ રહીમ જાદવની ઇકો ગાડી સવારે આછોદ ચોકડી પાસે પાર્ક કરેલી હતી.ત્યારે મળસ્કે કોઈ અજાણ્યા ચોર સાઈલેન્સર ચોરી ગયા હતાં.આમ એક જ રાત્રીમાં બે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બનતાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા છે.આમોદ પોલીસ મથકે ઇકો ગાડીમાંથી સાઈલેન્સર ચોરીના બનાવો બાબતે બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી.
વલીભાઇ બાબરીઆ.ભરૂચ