Gujarat : PM મોદીએ સુરતની જનતાને કરોડોના વિકાસકાર્યોની ભેટ અર્પણ કર્યા બાદ હવે તેઓ ભાવનગરના આંગણે છે. અહીં તેઓએ 5200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. ભાવનગરમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.
Gujarat : PMએ કહ્યું કે, ‘છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. અમે ગુજરાતમાં અનેક બંદરોનો વિકાસ કર્યો છે, અનેક બંદરોનું આધુનિકીકરણ પણ કર્યું છે. PM મોદીએ ભાવનગર, બોટાદ અને અમરેલીને 6623 કરોડના વિકાસકાર્યોની ભવ્ય ભેટઆપી.
ભાવનગરમાં 5200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
▪️402 કરોડના ખર્ચે સૌની યોજના, લિંક 2 અને પેકેજ 7નું લોકાર્પણ
▪️112 કરોડના ખર્ચે 25 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ
▪️111 કરોડના ખર્ચે ભાવનગર ST બસ પોર્ટનું લોકાર્પણ
▪️100 કરોડના ખર્ચે રિજીયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ
▪️70 કરોડના ખર્ચે નવાગામ ખાતે કન્ટેઇનર મેન્યુફેકચરીંગનું લોકાર્પણ
▪️58 કરોડના ખર્ચે યુ.જી.ડી. બોટાદ ફેઝ 1 અને 2નું લોકાર્પણ
▪️43 કરોડના ખર્ચે 32 એમ.એલ.ડી, એસ.ટી.પી બોટાદનું લોકાર્પણ
▪️10 કરોડના ખર્ચે તળાજાની મોડેલ સ્કૂલનું લોકાર્પણ
▪️6 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયનું લોકાર્પણ
▪️5 કરોડના ખર્ચે મોતીબાગ ટાઉનહોલનું લોકાર્પણ
▪️4024 કરોડના ખર્ચે નવાબંદર ખાતે CNG ટર્મીનલનું ખાતમુહૂર્ત
▪️1045 કરોડના ખર્ચે ઢાંકીથી નાવડા બલ્ક પાઇપ લાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
▪️200 કરોડના ખર્ચે નવા માઢીયા ખાતે GIDCનું ખાતમુહૂર્ત
▪️135 કરોડના ખર્ચે સૌની યોજના, લિંક 2, પેકેજ 9નું ખાતમુહૂર્ત
જાણો શું છે આજનો કાર્યક્રમ?
▪️PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે
▪️સુરત,ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે PM મોદી
▪️પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે
▪️PM મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
▪️સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે PM
▪️આજે ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન
▪️ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે PM
▪️સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે PM મોદી
▪️અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે PM
▪️અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે PM મોદી
▪️સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી
▪️રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી
▪️PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે
જાણો આવતીકાલનો શું છે કાર્યક્રમ ?
▪️30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
▪️વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM
▪️કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
▪️કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
▪️અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM
▪️અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
▪️દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
▪️30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
▪️અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી
▪️રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
▪️રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે