Surat : PM મોદી દ્વારા સુરતને વિકાસની ભેટ

PM surat

Surat : બે દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા: PM મોદી

Surat : PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે અને આવતીકાલે સુરત, ભાવનગર અને અમદાવાદને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે.

Surat : PM મોદી દિવાળી પહેલા ગુજરાતને ફરીવાર કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે આજે સુરતમાં 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો PM શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાશે. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે PM મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે.

Surat : PM મોદીએ સુરતથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘છેલ્લા 2 દાયકામાં અમે સુરતમાં ગરીબો માટે લગભગ 80,000 ઘરો બાંધ્યા છે, તેમના જીવનધોરણમાં સુધારો કર્યો છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશમાં લગભગ 4 કરોડ ગરીબ દર્દીઓને મફત તબીબી સારવાર મળી છે. જેમાંથી 32 લાખથી વધુ દર્દીઓ ગુજરાતના અને 1.25 લાખ સુરતના છે.’ વધુમાં PMએ કહ્યું કે, ‘નવરાત્રીની ઉજવણી દરમિયાન ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ, રમતગમત અને આધ્યાત્મિક સ્થળોનો શિલાન્યાસ કરવો એ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરત એ ‘જનભાગીદારી’ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. સુરતમાં ભારતભરના લોકો વસે છે, તે મિની-ઇન્ડિયા છે.’

Surat : PM મોદીએ જણાવ્યું કે, ‘આ સદીના શરૂઆતના દાયકાઓમાં જ્યારે અમે 3P મોડલ એટલે કે પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપની ચર્ચા કરતા હતા. ત્યારે હું સુરતનું 4P ઉદાહરણ આપતો હતો એટલે કે પીપલ, પબ્લિક, પ્રાઇવેટ અને પાર્ટનરશિપ. આ મોડલ સુરતને ખાસ બનાવે છે.સુરતમાં રૂ. 3400 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ. PM મોદી સુરતના નીલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળે પહોંચ્યા. થોડી જ વારમાં જનસભાને સંબોધિત કરશે.સુરતમાં PM મોદીના મેગા શોમાં પીએમ મોદીનું સ્વાગત કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ગોડાદરા પાસે હેલિપેડથી લિંબાયત નિલગીરી મેદાન સુધી PM મોદીના રોડ શૉનું આયોજન. નિલગીરી મેદાનમાં જાહેરસભાને વડાપ્રધાન સંબોધન કરશે. સુરતમાં આજે PM મોદી દેશનું સૌથી મોટું ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખુલ્લું મુકશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યા છે. ત્યારે સુરત એરપોર્ટ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજોએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું. તદુપરાંત PM મોદીને સભાસ્થળે આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ PM મોદીએ રોડ શો શરૂ કરતા ખૂબ મોટી સંખ્યામાં લોકો રોડશોમાં પીએમને આવકારવા માટે પહોંચ્યા છે.

સુરત શહેર-જિલ્લાને PM આપશે કરોડોના વિકાસ પ્રકલ્પોની ભેટ

3400 કરોડથી વધુના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

મહત્વાકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટના 370 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાયવર્સિટી પાર્ક

જિલ્લામાં 324.66 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનનું ખાતમુહુર્ત

સિવિલ હોસ્પિટલમાં 123.74 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે

108 કરોડના ખર્ચે અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ

52 લાખના ખર્ચે ‘ખોજ-વિજ્ઞાન-કળા-નવીનીકરણ મ્યુઝિયમનું લોકાર્પણ

પાણી પુરવઠાના 672 કરોડના કાર્યો અને 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત

શહેરમાં 50 સ્થળોએ 20.78 કરોડના ખર્ચે ઈલેક્ટ્રિક વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો

PCS 25 સ્ટેશનોનું ખાતમુહુર્ત અને 25 સ્ટેશનોનું લોકાર્પણ થશે

33 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ચોકબજારના પ્રાચીન કિલ્લાનું લોકાર્પણ

કામરેજના ખોલવડ ખાતે રૂ.12 કરોડના ખર્ચે IIIT નું લોકાર્પણ 

(ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનું લોકાર્પણ)

70 કરોડના ખર્ચે હજીરા ખાતે હજીરાથી ઘોઘા રોપેક્ષ ફેરી ટર્મિનલનું લોકાર્પણ

ચૂંટણી પૂર્વે કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓના સતત ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્યારે PM મોદી એકવાર ફરી માદરે વતન પધાર્યા છે. અહીં તેઓ સુરત, ભાવનગર અને અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. ત્યારે અહીં જોઇશું કે આખરે શું છે PM મોદીનો બે દિવસના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ?

જાણો શું છે આજનો કાર્યક્રમ?

▪️PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે 

▪️સુરત,ભાવનગર અને અમદાવાદના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે PM મોદી

▪️પ્રધાનમંત્રી મોદીનું સુરતમાં સવારે 11:15 કલાકે આગમન થશે

▪️PM મોદી સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે

▪️સુરતથી 1 વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે PM

▪️આજે ભાવનગરમાં રોડ-શો અને સભાનું આયોજન

▪️ભાવનગરમાં બપોરે 2 થી 3 વાગ્યા સુધી રોકાશે PM

▪️સાંજે 4 વાગે અમદાવાદ પહોંચશે PM મોદી

▪️અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે PM

▪️અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે PM મોદી

▪️સાંજે 7 વાગે નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં આપશે હાજરી 

▪️રાત્રે 9 વાગે GMDC ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી 

▪️PM મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે

જાણો આવતીકાલનો શું છે કાર્યક્રમ?

▪️30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ

▪️વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે PM

▪️કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી

▪️કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે

▪️અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે PM 

▪️અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

▪️દાંતા જવા રવાના થશે, અહીં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે 

▪️30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે 

▪️અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે PM મોદી

▪️રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે

▪️રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

Gujarat : PM મોદીએ સુરતની જનતાને કરોડોના વિકાસકાર્યોની ભેટ અર્પણ કર્યા બાદ હવે તેઓ ભાવનગરના આંગણે છે. અહીં તેઓએ 5200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.
ભાવનગરમાં PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘ભાવનગરના સૌ સજ્જનનો નવરાત્રિની ખૂબ-ખૂબ શુભકામના. ઘણા લાંબા સમય પછી હું ભાવનગર આવ્યો છું. દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી ચૂક્યું છે ત્યારે આ વર્ષે ભાવનગર પોતાની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઇ રહ્યું છે. 300 વર્ષની પોતાની યાત્રામાં ભાવનગરે સતત વિકાસની, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજઘાનીના રૂપમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *